શોધખોળ કરો
Advertisement
આ સ્ટાર ક્રિકેટર પર લાગ્યો એક વર્ષનો ડ્રાઇવિંગ પ્રતિબંધ, નામ જાણીને ચોંકી જશો
ધ ટેલીગ્રાફના રિપોર્ટ પ્રમાણે વોર્ને પર આ પ્રતિબંધ બે વર્ષની અંદર છ વખત સ્પીડનું ઉલ્લંઘન કર્યા બાદ લગાવાયો છે. વોર્ને ગુનો કબૂલી પણ લીધો છે.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્ટાર લેગ સ્પિનર શેન વોર્ન પર એક વર્ષનો ડ્રાઇવિંગ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ધ ટેલીગ્રાફના રિપોર્ટ પ્રમાણે વોર્ને પર આ પ્રતિબંધ બે વર્ષની અંદર છ વખત સ્પીડનું ઉલ્લંઘન કર્યા બાદ લગાવાયો છે. વોર્ને ગુનો કબૂલી પણ લીધો છે.
વોર્ને સ્વીકાર્યું કે તેણે ગત વર્ષે લંડનમાં જેગુઆર કાર 64 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી સ્પીડનું ઉલ્લંઘન કર્યું. તે વેસ્ટ લંડનમાં રહે છે. 50 વર્ષીય વોર્ન 23 ઓગસ્ટ 2018ના રોજ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહ્યો નહોતો. વોર્નને 3000 અમેરિકન ડોલર પણ કોર્ટને જમા કરાવવાનો આદેશ કર્યો છે.
ડિસ્ટ્રીક્ટ જજ એદ્રિયન ટર્નરે કહ્યું, વોર્ન એપ્રિલ 2016થી લઈ ઓગસ્ટ 2018 સુધી છ વખત સ્પીડ સાથે સંકળાયેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ માટે તેના પર 12 મહિનાનો પ્રતિબંધ લગાવવો જરૂરી છે.
વોર્ન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારો વિશ્વનો બીજો બોલર છે. તેણે 145 ટેસ્ટમાં 708 વિકેટ લીધી છે. જેમાં 37 વખત ઈનિંગમાં 5 કે તેથી વધારે વિકેટ અને 10 વખત મેચમાં 10 કે તેથી વધુ વિકેટ સામેલ છે. તેણે 194 વન ડેમાં 293 વિકેટ લીધી છે.
રાજ્યમાં કઈ તારીખે ક્યાં પડશે ભારે વરસાદ ? નવરાત્રિમાં વિલન બનશે મેઘરાજા ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
ઓટો સેક્ટરમાં મંદી વચ્ચે પેટ્રોલ-ડીઝલ કારના ભવિષ્ય અંગે નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું.......
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement