શોધખોળ કરો
Advertisement
મોદી સરકારના પૂર્વ મંત્રીના પુત્રેએ જીત્યા 4 મેડલ, પિતા પણ દેશનું નામ કરી ચૂક્યા છે રોશન
આ ચેમ્પિયનશિપ જયપુરનાં જગતપુરાની શૂટિંગ રેંજમાં આયોજીત કરવામાં આવી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોર પોતે ઓલિમ્પિક મેડલ વિજેતા છે.
નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડના દીકરા માનવાદિત્ય સિંહ રાઠોડે 18મી રાજસ્થાન સ્ટેટ ઓપન શૂટિંગ ચેમ્પિયનશિપમાં 4 મેડલ જીત્યા છે. તેમાં 3 ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ સામેલ છે. માનવાદિત્ય શિંહ રાઠોડે આ મેડલ અલગ અલગ કેટેગરીમાં જીત્યા છે, જેમાં સિંગલ ટ્રેપ અને ડબલ ટ્રેપ ઈવેન્ટ્સ સામેલ છે.
આ ચેમ્પિયનશિપ જયપુરનાં જગતપુરાની શૂટિંગ રેંજમાં આયોજીત કરવામાં આવી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોર પોતે ઓલિમ્પિક મેડલ વિજેતા છે. તેમણે વર્ષ 2004માં એથેંસ ઓલિમ્પિકમાં શૂટિંગનાં ડબલ ટ્રેપ મુકાબલામાં ટ્રૈપ ઇવેન્ટમાં કાસ્ય મેડલ જીત્યા હતાં. બાદમાં સિડનીમાં વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેઓ વર્ષ 2002નાં કોમનવેલ્થ ગેમ્સ, 2006માં મેલબર્ન કોમનવેલ્થ ગેમ્સ અને કાયરો વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે.
વર્ષ 2005માં રાજ્યવર્ધન સિંહને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. રાજ્યવર્ધન સિંહ રાઠોરને રાજીવ ગાંધી ખેલ રત્ન અને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. સેના અને શૂટિંગથી સેવાનિવૃત્તિ બાદ તેઓ વર્ષ 2014માં ભાજપની ટીકીટ પર સંસદ પહોંચ્યા હતા. તેના પછી નવેમ્બર 2014માં તેમને ગત મોદી સરકારમાં સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતાં. હાલમાં તેઓ રાજસ્થાનની જયપુર ગ્રામીણ લોકસભા સીટથી સાંસદ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion