શોધખોળ કરો
IPL 2020: વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર ભડક્યો ગૌતમ ગંભીર, ચોંકાવનારી માંગ કરી
શુક્રવારે હૈદારાબાદ સામે 6 વિકેટથી હારનો સામનો કર્યા બાદ બેંગલુરૂ ટૂર્નામેન્ટમાંથી બહાર થયું છે.

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ફરી એક વખત રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો આઈપીએલનો ખિતાબ જીતવાનું સપનું અધુરુ રહી ગયું છે. શુક્રવારે હૈદારાબાદ સામે 6 વિકેટથી હારનો સામનો કર્યા બાદ બેંગલુરૂ ટૂર્નામેન્ટમાંથી બહાર થયું છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનું માનવું છે કે વિરાટ કોહલીને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન પદ પરથી હટાવી દેવો જોઈએ. ગૌતમ ગંભીર આઈપીએલમાં કેપ્ટન વિરાટ કોહલીના પ્રદર્શનથી ખુશ નથી. ગંભીરે કહ્યું, 'વિરાટ કોહલીને કેપ્ટન પદ પરથી હટાવી દેવો જોઈએ. 8 વર્ષથી વિરાટ કોહલી ટીમનો કેપ્ટન છે અને તે એક પણ ખિતાબ નથી અપાવી શક્યો. આઠ વર્ષ બહુ લાંબો સમય છે.' ગૌતમે વિરાટ કોહલીની કેપ્ટનશીપને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેણે કહ્યું મને કોઈ બીજા કેપ્ટન વિશે જણાવો. કેપ્શન છોડો કોઈ ખેલાડી વિશે જણાવો જે 8 વર્ષ સુધી કોઈપણ ખિતાબ જીત્યા વગર એક જ ટીમમાં હોય. ગૌતમ ગંભીરની આગેવાનીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 2012 અને 2014માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. ગંભીરે કહ્યું કોહલીને પોતે સામે આવી અને માનવું જોઈએ તે તેની કેપ્ટનશીપમાં ખામી છે અને તે જીત નથી અપાવી શકે તેમ. ગંભીરે કિંગ્સે ઈલેવન પંજાબનું ઉદાહરણ આપતા કહ્યું, અશ્ચિન બે સિઝનમાં જીત ન અપાવી તેને હટાવી દેવામાં આવ્યો. રોહિત શર્મા પાંચમી વખત મુંબઈને ખિતાબ જીતાડવાની નજીક છે, એટલે જ તે કેપ્ટન પદ પર યથાવત છે. .
વધુ વાંચો




















