ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં મેક્સવેલ પણ ધોની અને એબી ડિવિલિયર્સની જેમ અનોખા પ્રકારના સોટ મારવા માટે જાણીતો છે. 30 વર્ષીય મેક્સવેલે અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા તરફથી 7 ટેસ્ટ, 87 વન ડે અને 57 ટી20 મેટ રમી છે. ટેસ્ટમાં તેણે 26.07ની સરેરાશથી 339 રન, વનડેમાં 32.02ની સરેરાશથી 2242 રન અને ટી20માં 156.57ના સ્ટ્રાઇક રેટથી 1345 રન નોંધાવ્યા છે. મેક્સવેલે ટેસ્ટમાં 8, વન ડેમાં 45 અને ટી20માં 26 વિકેટ ઝડપી છે.
2/3
નવી દિલ્હીઃ ભારત-ઓસ્ટ્રેલિયા સામે 12 જાન્યુઆરીથી 3 મેચની વન ડે શ્રેણીનો પ્રારંભ થશે. આ પહેલા 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતીય ટીમનો 2-1થી ઐતિહાસિક વિજય થયો હતો. વન ડે શ્રેણી માટે ભારતીય ટીમના વન ડે નિષ્ણાત ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે.
3/3
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ધોનીના હેલિકોપ્ટર શોટની નકલ કરી છે. સોશિયલ મીડિયા પર મેક્સવેલે પોસ્ટ કરેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મેક્સવેલ એક જૂની મેચનો ઉલ્લેખ કરતો નજરે પડે છે. તે મેચમાં કેચ છૂટ્યા બાદ ધોનીએ જેમ્સ ફોક્નરના બીજા જ બોલ પર હેલિકોપ્ટર શોટ ફટકાર્યો હતો. મેક્સવેલ પણ આ શોટની કોપી કરતો જોવા મળી રહ્યો છે.