શોધખોળ કરો
Advertisement
5 વર્ષ બાદ સચિને કરી બેટિંગ, પ્રથમ બોલે જ ફટકારી બાઉન્ડ્રી, જુઓ વીડિયો
ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી ભીષણ આગ માટે ભંડોળ એકત્ર કરવા પોન્ટિંગ ઇલેવન અને ગિલક્રિસ્ટ ઇલેવન વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં પોન્ટિંગ ઇલેવનનો 1 રનથી શાનદાર વિજય થયો હતો.
સિડનીઃ ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરે નિવૃત્તિ જાહેર કર્યાના વર્ષો થઈ ગયા છે. તેમ છતાં તેની સામે બોલિંગ કરવા ઘણા ક્રિકેટરો આતુર હોય છે. ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી ભીષણ આગ માટે ભંડોળ એકત્ર કરવા પોન્ટિંગ ઇલેવન અને ગિલક્રિસ્ટ ઇલેવન વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં પોન્ટિંગ ઇલેવનનો 1 રનથી શાનદાર વિજય થયો હતો. પોન્ટિંગ ઇલેવને પ્રથમ બેટિંગ કરતાં 10 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 104 રન કર્યા હતા, જેના જવાબમાં ગિલક્રિસ્ટ ઇલેવન 10 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 103 રન જ બનાવી શકી હતી.
મેચ દરમિયાન બ્રેકમાં સચિન તેંડુલકરે બેટિંગ કરી હતી. જેમાં તેણે પ્રથમ બોલ પર જ બાઉન્ડ્રી મારી હતી. શનિવારે ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર પેરીએ સચિન તેંડુલકરને ચેલેન્જ આપી હતી અને સચિને તેનો સ્વીકાર કરતાં બ્રેક દરમિયાન બેટિંગ કરી હતી.
ઓસ્ટ્રેલિયન વુમન ક્રિકેટ ટીમના ટ્વિટર હેન્ડલ પરથી એલિસે શનિવારે કહ્યું, હાય સચિન, બુશ ફાયર મેચ માટે તમને અહીંયા જોઈને ખુશી થઈ રહી છે. હું જાણું છું કે તમે એક ટીમનો કોચિંગ આપી રહ્યા છે. પણ ગઈકાલે રાત્રે મને વિચાર આવ્યો કે શું મેચમાં બ્રેક દરમિયાન તમે મારી બોલિંગ પર એક ઓવર બેટિંગ કરશો. તમારી સામે બોલિંગ કરીને મને ખુશી થશે.Ellyse Perry bowls 🏏 Sachin Tendulkar bats This is what dreams are made of 🤩pic.twitter.com/WksKd50ks1
— ICC (@ICC) February 9, 2020
પેરીના પડકારને સચિને સ્વીકાર કરી લીધો અને ટ્વિટ કરીને લખ્યું, શાનદાર એલિસે. હું આમ કરવાનું પસંદ કરીશ અને એક ઓવર બેટિંગ કરીશ. (ખભાની ઈજાના કારણે ડોક્ટરે મને આમ કરવાની ના પાડી છે.) સાવરકુંડલાઃ જાન લઈને જતા ટ્રેકટરે મારી પલટી, એક મહિલાનું મોત, 8 જાનૈયા ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયાની આ મહિલા ક્રિકેટરે સચિનને શું આપી ચેલેન્જ, જાણો તેંડુલકરે શું આપ્યો જવાબ ICC અંડર - 19 વર્લ્ડ કપઃ આજે ફાઇનલમાં ભારત-બાંગ્લાદેશનો મુકાબલો, ટીમ ઈન્ડિયાની નજર 5મી વખત ચેમ્પિયન બનવા પરSachin Vs Ellyse Perry: Ball 1: Leg glance for FOUR. Ball 2: Square of the wicket for TWO. Ball 3: Down the leg side for ZERO. Ball 4: Square Cut for ZERO. To Sutherland: Ball 5: Cover drive in 30-Yard Circle. Ball 6: Straight drive. Text - mufaddal vohra #BushfireCricketBash pic.twitter.com/RmsKuk3rYz
— Sachin🇮🇳 Tendulkar FC CrickeTendulkar (@CrickeTendulkar) February 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
ગુજરાત
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion