શોધખોળ કરો

ICC અંડર - 19 વર્લ્ડ કપઃ આજે ફાઇનલમાં ભારત-બાંગ્લાદેશનો મુકાબલો, ટીમ ઈન્ડિયાની નજર 5મી વખત ચેમ્પિયન બનવા પર

અંડર 19 વર્લ્ડકપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 4 મુકાબલા રમાયા છે. જેમાંથી ભારતનો 3 મેચમાં વિજય થયો છે અને 1 મેચમાં બાંગ્લાદેશની જીત થઈ છે.

નવી દિલ્હીઃ આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતે સેમિ ફાઇનલમાં કટ્ટર હરિફ પાકિસ્તાનને અને બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રિયમ ગર્ગના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ પાંચમી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. બાંગ્લાદેશની ટીમ પ્રથમ વખત અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે. ભારત ક્યારે ક્યારે જીત્યું અંડર-19 વર્લ્ડકપ ભારત સતત ત્રીજી વખત અંડર 19 વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચ્યું છે. જ્યારે ચાર વખત ટુર્નામેન્ટ પર કબજો કર્યો છે. મોહમ્મદ કૈફ (2000), વિરાટ કોહલી (2008), ઉન્મુક્ત ચંદ (2012) અને પૃથ્વી શૉ (2018)ને કેપ્ટનશિપમાં ભારત ચાર વખત અંડર-19 વર્લ્ડ કપ જીતી ચુક્યું છે. જેમાંથી કોહલી હાલ ભારતની સિનિયર ટીમનો કેપ્ટન છે અને પૃથ્વી શૉ ઓપનિંગ બેટ્સમેન તરીકે રમી રહ્યો છે. વર્લ્ડકપમાં ભારત બાંગ્લાદેશ સામે જીત્યું છે 3 મેચ
અંડર 19 વર્લ્ડકપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 4 મુકાબલા રમાયા છે. જેમાંથી ભારતનો 3 મેચમાં વિજય થયો છે અને 1 મેચમાં બાંગ્લાદેશની જીત થઈ છે. બંને દેશો વચ્ચે કુલ 23 મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 18માં જીત મેળવી છે, જ્યારે બાંગ્લાદેશે માત્ર ત્રણ મેચ જીતી છે. બે મેચ વરસાદના કારણે રદ કરી દેવામાં આવી છે. કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ ભારત અને બાંગ્લાદેશ ICC Under-19 World Cup final મેચનું ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ 3 પરથી થશે. જ્યારે હોટ સ્ટાર પરથી લાઇવ સ્ટ્રિમિંગ જોઈ શકાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 કલાકથી મેચ શરૂ થશે. અંડર 19 વર્લ્ડ કપના કેટલાક ખાસ રેકોર્ડ પર નજર - ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડકપ સૌથી વધુ વખત જીત્યો છે. - ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના નામે એક અંડર-19 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેણે આ ઉપલબ્ધિ 2004ના વર્લ્ડકપમાં મેળવી હતી. - આઈસીસી અંડર-19 વર્લ્ડકપમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ ઈયોન મોર્ગનના નામે છે. - ભારત આ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. ભારતે આ ટુર્નામેન્ટમાં 58 મેચ જીતી છે અને 18 મેચમા હાર થઈ છે. - સળંગ સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ ભારતના નામે છે. ભારતે સળંગ 11 મેચ જીતી છે. ન્યૂઝીલેન્ડ સામે રન આઉટથી ફરી હારી ટીમ ઈન્ડિયા, ICC ધોનીને યાદ કરી કહ્યું આમ, જાણો વિગત INDvNZ: રવિન્દ્ર જાડેજાએ તોડ્યો ધોનીનો મોટો રેકોર્ડ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Embed widget