શોધખોળ કરો
Advertisement
વર્લ્ડ કપની ટીમમાં આ ખેલાડીને સ્થાન મળતા દુઃખી થયો ગૌતમ ગંભીર, જાણો શું કહ્યું.....
ભારતના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરને લાગે છે કે માત્ર ત્રણ નિષ્ફળતાઓ બાદ અંબીતી રાયડુને ભારતની વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવું દુઃખદ છે.
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરને લાગે છે કે માત્ર ત્રણ નિષ્ફળતાઓ બાદ અંબીતી રાયડુને ભારતની વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવું દુઃખદ છે. પરંતુ રિષભ પંતને જગ્યા ન મળવા પર કોઈ ચર્ચા ન થવી જોઈએ કારણ કે તેને મળેલ તકનો તેણે ફાયદો ન ઉઠાવ્યો.
ગંભીર મુજબ, અંબાતી રાયડૂને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન આપવું સૌથી મોટું દુર્ભાગ્યપૂર્ણ પગલું છે. ગંભીરનું માનવું છે કે રાયડૂને તેની માત્ર ત્રણ નિષ્ફળતા બાદ બહારનો રસ્તો બતાવવામાં આવ્યો, જે ખોટો નિર્ણય છે. બીજી તરફ, ગંભીરે રિષભ પંતની પસંદગી ન થવી એક રીતે યોગ્ય ઠેરવતા કહ્યું કે પંતને સ્થાન ન મળવા પર કોઈ ચર્ચા ન થવી જોઈએ, કારણ કે તેને મળેલી તકોનો તે ફાયદો નહોતી ઉઠાવી શક્યો.
ગંભીરે કહ્યું કે, મને લાગે છે કે પંતને બહાર કરવાને લઈ કોઈ ચર્ચા ન થવી જોઈએ, પરંતુ અંબાતી રાયડૂ બહાર થવું તે ચર્ચાનો વિષય છે.
ગંભીરે રાયડૂનો પક્ષ લેતા કહ્યું કે, આ ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે કે સફેદ બોલના ક્રિકેટમાં 48ની સરેરાશવાળો પ્લેયર જે માત્ર 33 વર્ષનો છે, તેને ટીમમાં સ્થાન નથી આપવામાં આવ્યું. પસંદગીમાં કોઈ અન્ય નિર્ણયથી વધુ દુખદ મારા માટે આ છે.
થોડાક મહિના પહેલા સુધી રાયડૂને કેપ્ટન વિરાટ કોહલીએ ચોથા નંબર પર બેટિંગ માટે ભારતની પહેલી પસંદ કહ્યો હતો. ગત મહિને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સ્થાનિક સીરીઝમાં ઓછા સ્કોરે પસંદગીકારોને તેની પર ફરી વિચાર કરવા માટે મજબૂર કરી દીધા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement