શોધખોળ કરો

National Games 2022: નેશનલ ગેમ્સમાં ગુજરાતને મળ્યો વધુ એક ગોલ્ડ, આ મહિલા ખેલાડીએ અપાવ્યો મેડલ

National Games 2022: અંકિતા રૈનાએ ફરી એકવાર ટેનિસમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતની મહિલા ટીમે મહારાષ્ટ્રને ફાઇનલ મેચમાં 2-1થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

National Games 2022: અંકિતા રૈનાએ ફરી એકવાર ટેનિસમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતની મહિલા ટીમે મહારાષ્ટ્રને ફાઇનલ મેચમાં 2-1થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. નેશનલ ગેમ્સ 2022 માં ગુજરાતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે. જ્યાં સુધી ગુજરાતનો સંબંધ છે ત્યાં સુધી સવારના સત્રનું ધ્યાન સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર હતું જ્યાં તેમની મહિલા ટીમ ગોલ્ડ મેડલ મેચમાં મહારાષ્ટ્રનો સામનો કરી રહી હતી.

યજમાન ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી કારણ કે વૈષ્ણવી અડકરેએ ઝીલ દેસાઈને 6-4, 6-2થી હરાવીને મહારાષ્ટ્રને 1-0ની સરસાઈ અપાવી હતી. આનો અર્થ એ થયો કે અંકિતા રૈનાએ બીજી સિંગલ્સમાં રુતુજા ભોસલેનો સામનો કરવો પડ્યો. જોકે ટીમ ભલે મહત્વપૂર્ણ મેચમાં પાછળ પડી હતી પરંતુ અંકિતાએ જરાય દબાણમાં આવ્યા વિના રુતુજાને 6- 1 6-4 થી સીધા સેટમાં હાર આપી ગોલ્ડ મેડલ ટાઈ 1-1ની બરોબરી પર લાવી દીધી હતી. અંકિતાએ બીજા સેટમાં તેના વિરોધીઓની સર્વિસ તોડીને 3-2ની લીડ મેળવી હતી. ત્યારબાદ અંકિતા રૈનાએ ઝડપથી કમબેક કરી અને સીધા સેટમાં મેચ જીતી લીધી.

અંકિતા રૈનાએ ટાઇટલ જીત્યા પછી પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે. ઝીલ માટે તે પડકારજનક મેચ હતી, પરંતુ આ પ્રકારની ક્ષણો ખેલાડીની કારકિર્દીમાં બને છે. તેણીએ સખત લડત આપી પરંતુ આજે તેનો દિવસ નહતો. હું પહેલા પણ આવી પરિસ્થિતિમાં રહી ચુકી છું, મેં ફેડ કપ રમ્યો છે જેથી તે અનુભવ કામમાં આવ્યો.

નેશનલ ગેમમાં 49 કિલો વેઇટ કેટેગરીમાં મિરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો

Mirabai Chanu Wins Gold: 36મી નેશનલ ગેમમાં 49 કિલો વેઇટ કેટેગરીમાં મિરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો છે. મીરાબાઈએ કુલ 107 કિગ્રા સાથે ગોલ્ડ જીત્યો. કારણ કે તેણી તેના ત્રીજા ક્લીન અને જર્ક પ્રયાસ માટે આગળ વધી શકતી નથી. તેની પ્રતિસ્પર્ધી દેશબંધુ સંજીતાએ સિલ્વર મેડલ જીત્યો, જ્યારે ઓડિશાની સ્નેહા સોરેને બ્રોન્ઝ જીત્યો છે.  મીરાબાઈએ તેના બીજા પ્રયાસમાં બારને 107 કિગ્રા સુધી વધાર્યો અને ફરી એકવાર પેકનું નેતૃત્વ કરવા માટે પાછા ફર્યા. સંજીતા ચાનુ મીરાબાઈને સખત સ્પર્ધા આપી હતી. તેણીએ ત્રીજા પ્રયાસમાં 105 કિલો વજન ઉપાડ્યું હતું. 

T20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયામાં આયોજિત કરવામાં આવ્યો છે. તેને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ વખતે વર્લ્ડ કપ જીતનારી ટીમને કરોડો રૂપિયા મળવાના છે. ICC એ T20 વર્લ્ડ કપ 2022 માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. ટુર્નામેન્ટમાં જીતવાની સાથે હારનાર ટીમને પણ કરોડો રૂપિયા મળશે. જોકે આઈસીસીએ યુએસ ડોલરમાં જણાવ્યું છે. આ વખતે વિજેતા ટીમને 1.6 મિલિયન યુએસ ડોલર આપવામાં આવશે.

ICCએ એક ટ્વિટ કર્યું છે. જણાવવામાં આવ્યું છે કે આ વખતે કોને કેટલી ઈનામી રકમ મળશે. T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ જીતનારી ટીમને લગભગ 13 કરોડ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ફાઇનલમાં હારનાર ટીમને 6.52 કરોડ રૂપિયા મળશે. સેમિફાઇનલમાં હારનાર ટીમને મોટી રકમ મળશે. જેમાં હારનાર ટીમને 3.26 કરોડ રૂપિયા આપવામાં આવશે. T20 વર્લ્ડ કપના સુપર 12માં વિજેતા ટીમને 32 લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવશે. જ્યારે સુપર 12માંથી બહાર નીકળતી ટીમને 57 લાખ રૂપિયા મળશે. બીજી તરફ પ્રથમ રાઉન્ડમાં જીતવા પર અને બહાર નીકળવા પર 32-32 લાખ રૂપિયા આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
Embed widget