શોધખોળ કરો
Advertisement
સચિન જેવા મહાન ખેલાડી પણ નથી તોડી શક્યા પાકિસ્તાની ખેલાડીનો આ વર્લ્ડ રેકોર્ડ
મોહમ્મદ યૂસુફે વર્ષ 2006માં પાકિસ્તાન ટીમ માટે ટેસ્ટ મેચોમાં એક જ કેલેન્ડર વર્ષમાં 9 સદી ફટકારી હતી.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના દિગ્જ બેટ્સમેન મોહમ્મદ યુસૂફનો આજે 45મો જન્મ દિવસ છે. પાકિસ્તાની બેટ્સમેને બે એવા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે જે અત્યાર સુધી કોઈ તોડી શક્યું નથી. ત્યાં સુધી કે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર, વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન વિવ રિચર્ડ્સ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ પણ તેના કરતાં ઘણાં પાછળ છે.
લાહોરમાં 27 ઓગસ્ટ 1947ના રોજ જન્મેલ ડાબોડી મોહમ્મદ યૂસુફએ પાકિસ્તાન માટે 1998માં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી વર્ષ 2010માં ક્રિકેટને અલવિદા કહ્યું હતું. આ દરમિયાન તેણે પાકિસ્તાન ટીમ માટે ઘણા રેકોર્ડ બનાવ્યા. તેના અનેક એવા રેકોર્ડ છે જે આજ સુધી કોઈ તોડી નથી શક્યું.
મોહમ્મદ યૂસુફને આપણે યૂસુફ યોહાનાનાં નામે પણ જાણીએ છીએ. મોહમ્મદ યૂસુફે વર્ષ 2006માં પાકિસ્તાન ટીમ માટે ટેસ્ટ મેચોમાં એક જ કેલેન્ડર વર્ષમાં 9 સદી ફટકારી હતી. આ સિવાય મોહમ્મદ યૂસુફના નામે એક ટેસ્ટ કેલેન્ડરમાં સૌથી વધારે રન બનાવવાનો પણ વર્લ્ડ રેકોર્ડ છે. મોહમ્મદ યૂસુફે 2006માં જ 11 ટેસ્ટ મેચોની 19 ઇનિંગમાં 1788 રન બનાવ્યા હતાં. જેમા એક બેવડી સદી સાથે 9 સદી અને 3 હાફ સેંચુરી પણ સામેલ હતી.
આ પહેલા વિવ રિચર્ડ્સના નામે એક ટેસ્ટ કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ હતો. વિવ રિચર્ડસ વર્ષ 1976માં 11 મેચોની 19 ઇનિંગમાં 1710 રન બનાવ્યા હતાં. જેમા બે બેવડી સદી સાથે 7 સદી અને 5 હાફ સેંચુરી સામેલ હતી. તેમના પછી ત્રીજા નંબર પર સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથનું નામ છે. જેમણે 15 મેચોમાં 1656 રન બનાવ્યા હતા જેમા 6 સદી સામેલ હતી.
એક કેલેન્ડર વર્ષમાં સૌથી સધારે ટેસ્ટ સેન્ચુરીઃ મોહમ્મદ યૂસુફ- 9 સદી, વિવ રિચર્ડસ- 7 સદી, સચિન તેંડુલકર- 7 સદી, અરવિંદા ડિસિલ્વા- 7 સદી, રિકી પોંટિંગ – 7 સદી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement