Hardik Pandya: હાર્દિક પંડ્યાની સંપત્તિનું શું થશે, નતાશા સ્ટેનકોવિકનો કેટલો છે અધિકાર?
Hardik Pandya:હવે હાર્દિકે તેની પત્ની નતાશા સાથે છૂટાછેડા લીધા છે. હાર્દિકે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વાતની પુષ્ટી કરી છે.
![Hardik Pandya: હાર્દિક પંડ્યાની સંપત્તિનું શું થશે, નતાશા સ્ટેનકોવિકનો કેટલો છે અધિકાર? Hardik Pandya Hardik Pandya Net Worth After Divorce Confirmation with Natasa Stankovic Hardik Pandya: હાર્દિક પંડ્યાની સંપત્તિનું શું થશે, નતાશા સ્ટેનકોવિકનો કેટલો છે અધિકાર?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/b9c67e0f66962197238e67554b81ec6f1720072477347396_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hardik Pandya: ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ પણ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો સમય સારો ચાલી રહ્યો નથી. ગુરુવારે જ્યારે BCCIએ શ્રીલંકા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી ત્યારે તેની પાસેથી વાઇસ કેપ્ટનશીપ પણ છીનવી લેવામાં આવી છે. હવે હાર્દિકે તેની પત્ની નતાશા સાથે છૂટાછેડા લીધા છે. હાર્દિકે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વાતની પુષ્ટી કરી છે.
View this post on Instagram
IPL 2024 દરમિયાન તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે મતભેદો હતા. બંને વચ્ચે અણબનાવના અહેવાલો આવ્યા હતા. એટલું જ નહીં, છેલ્લા કેટલાક સમયથી નતાશા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ હાર્દિક સાથેની કોઈ તસવીર શેર કરી રહી ન હતી. આ બધાની વચ્ચે 18 જુલાઈ ગુરુવારની રાત્રે હાર્દિકે નતાશા સાથે છૂટાછેડાના સમાચારની પુષ્ટી કરી હતી. આવી સ્થિતિમાં, અહેવાલો અનુસાર, છૂટાછેડા પછી હાર્દિક પંડ્યાએ તેની કમાણીનો 70 ટકા હિસ્સો નતાશાને આપવો પડી શકે છે.
છૂટાછેડાના કિસ્સામાં નતાશા તેના પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે છે. આ તેમનો કાનૂની અધિકાર છે. આ ભરણપોષણ હાર્દિકની કમાણીમાંથી જ આપવામાં આવશે. જો કે કોર્ટ નક્કી કરશે કે ભરણપોષણ માટે કેટલા પૈસા આપવા જોઈએ. અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યાની કુલ સંપત્તિ 95 કરોડ રૂપિયાથી વધુ છે.
'બધું મમ્મીના નામે છે'
જોકે, હાર્દિક પંડ્યાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેણે કહ્યું હતું કે તેનું ઘર અને કાર તેની માતાના નામે છે. આ વીડિયો વર્ષ 2017નો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં હાર્દિક એમ કહી રહ્યો છે કે 'મમ્મીનું નામ મારા પિતાના એકાઉન્ટમાં છે, ભાઈના ખાતામાં પણ અને મારા એકાઉન્ટમાં પણ... બધું તેના નામે છે. કારથી લઇને ઘર સુધી...બધું જ.
લગ્ન બે અલગ અલગ રીતિ-રિવાજોથી થયા હતા.
નોંધનીય છે કે વર્ષ 2020માં હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. જોકે, બાદમાં બંનેએ બે અલગ-અલગ વિધિથી લગ્ન કર્યા હતા. આ સેલિબ્રિટી કપલે તે સમયે ખૂબ ચર્ચામાં રહી હતી. ચાર વર્ષનો આ સંબંધ હવે પૂરો થવા આવ્યો છે. બંને મળીને પોતાના પુત્રની જવાબદારી નિભાવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)