શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યાની ફટકાબાજીથી ડરી ગયો હતો દિનેશ કાર્તિક, મેચ બાદ કહી આ વાત, જાણો વિગતે
મેચ બાદ પોતાની પૉસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં દિનેશ કાર્તિકે મોટો ખુલાસો કર્યો હતો. તેને કહ્યું કે, આ એક સપાટ પીચ હતી અને અમે સારી શરૂઆત કરી, વિપક્ષી ટીમ પર એટેક કરવાનું શરૂ કર્યુ, જે અમારી મજબૂતી હતી
નવી દિલ્હીઃ ગઇકાલે રમાયેલી કોલકત્તા અને મુંબઇ વચ્ચેની આઇપીએલમાં બન્ને ટીમોના ખેલાડીઓ તરફથી વિસ્ફોટક ઇનિંગ જોવા મળી.
મેચ બાદ પોતાની પૉસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં દિનેશ કાર્તિકે મોટો ખુલાસો કર્યો હતો. તેને કહ્યું કે, આ એક સપાટ પીચ હતી અને અમે સારી શરૂઆત કરી, વિપક્ષી ટીમ પર એટેક કરવાનું શરૂ કર્યુ, જે અમારી મજબૂતી હતી.
દિનેશ કાર્તિેકે કહ્યું કે, મને લાગે છે કે, હાર્દિક પંડ્યાને પણ ક્ષેય આપવો જોઇએ, કેમકે આજે તેને જબરદસ્ત બેટિંગ કરી છે. અમે ડરી ગયા હતા. અમે તેના એક ખરાબ શૉટની રાહ જોઇ રહ્યાં હતા, અમે નસીબદાર છીએ કે તે અમને યોગ્ય સમયે મળ્યો.
નોંધનીય છે કે, મેચમાં કેકેઆરે મુંબઇને 34 રનથી હાર આપીને મેચ પોતાના નામે કરી લીધી હતી. મેચમાં કેકેઆરે 20 ઓવરમાં 232 રન બનાવ્યા હતા, જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સ 7 વિકેટ ગુમાવીને 198 રન જ બનાવી શકી હતી. અંતે કેકેઆરે મેચ જીતી લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion