શોધખોળ કરો
Advertisement
બાઉન્સર વાગ્યો, હેલમેટ તુટ્યુ, ઇજા થઇ, છતાં પોતાની ટીમને જીતાડીને જ મેદાનની બહાર ગયો આ બેટ્સમેન, જુઓ વીડિયો
મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર જોશ હેઝલવુડનો એક બાઉન્સર બેન સ્ટૉક્સના માથામાં વાગ્યો હતો. આ બૉલ ફાસ્ટ હોવાથી હેલમેટ તુટી ગયુ હતુ
નવી દિલ્હીઃ ઇંગ્લિશ બેટ્સમેન બેન સ્ટૉક્સની યાદગાર ઇનિંગે (અણનમ 135 રન) ઇંગ્લિશ ટીમને એશીઝની બીજી ટેસ્ટમાં જીત અપાવી હતી. એક વિકેટ બાકી રહેતા બેન સ્ટૉક્સે ઓસ્ટ્રેલિયાને માત આપીને એશીઝમાં 1-1થી બરાબરી કરી હતી. આ સાથે બેન સ્ટૉક્સનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે તેની હિંમતને દર્શાવી રહ્યો છે.
ખરેખર, ટેસ્ટમાં બેટિંગ દરમિયાન બેન સ્ટૉક્સને ઓસ્ટ્રેલિયન બૉલરના બાઉન્સર વાગતા હેલમેટ તુટી ગયુ હતુ, એક બૉલ પર તો સ્ટૉક્સ ઇજાગ્રસ્ત થઇને પીચ પર જ ઢળી પડ્યો હતો. છતાં મેદાન પર રહ્યો અને આખરે ઇંગ્લેન્ડને જીત અપાવીને જ પેવેલિયન ગયો હતો.
મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર જોશ હેઝલવુડનો એક બાઉન્સર બેન સ્ટૉક્સના માથામાં વાગ્યો હતો. આ બૉલ ફાસ્ટ હોવાથી હેલમેટ તુટી ગયુ હતુ. ફિઝીયોની મદદ પણ લેવી પડી હતી.It hit you where #stokes ? #ashes ???? pic.twitter.com/SkQohUhdup
— Mike Taylor (@stoptheclocks) August 18, 2019
#Ashes19 #benstokes That's why Helmet is important in cricket!!????@benstokes38 pic.twitter.com/tYRy0ZOKoW
— Saurabh Potare (@potare_saurabh) August 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement