શોધખોળ કરો
Advertisement
રિતિક રોશને પોતાની બર્થડે પર ફિલ્મ 'ફાઈટર'ની કરી જાહેરાત, આ એક્ટ્રેસ સાથે આવશે નજર
રિતિક રોશને પોતાની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરી દીધી છે. જેમાં તે એરફોર્સ ઓફિસરની ભૂમિકામાં નજર આવશે.
બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશન આજે પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે આ ખાસ અવસર પર તેણે પોતાની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરી દીધી છે. રિતિક પોતાની અપકમિંગ ફિલ્મ ‘ફાઈટર’માં દીપિકા પાદુકોણ સાથે નજર આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર ફાઈટરમાં રિતિક રોશન એક એરફોર્સ ઓફિસરની ભૂમિકામાં નજર આવશે.
ફિલ્મનું ટીઝર રિલીઝ કરીને તેણે ફેન્સને જણાવ્યું કે, તે દીપિકા સાથે ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરશે. સિદ્ધાર્થ આનંદ ‘વોર’ અને ‘બેંગ બેંગ’ જેવી સુપરહિટ એક્શન ફિલ્મો ડાયરેક્ટ કરી ચૂક્યા છે.
દીપિકા પાદુકોણે પણ ટીઝર શેર કરીને લખ્યું કે, સપના ખરેખર સાચા થાય છે. આ ફિલ્મ આવતા વર્ષે 2021માં રિલીઝ થશે. જલ્દીજ બન્ને ફિલ્મનું શૂટિંગ શરુ કરશે.
ઉલ્લેખનીય છે કે, રિતિક અને દીપિકાના ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે આ બન્નેની જોડી કોઈ ફિલ્મમાં નજર આવે, હવે તેવું ફાઈનલી થઈ જ ગયું છે અને ફિલ્મની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. રિતિક રોશન છેલ્લે ટાઈગર શ્રોફ સાથે વોર ફિલ્મમાં નજર આવ્યો હતો. આ એક્શન ફિલ્મ ખૂબજ મોટી હિટ સાબિત થઈ હતી. ત્યારે ફરી એકવાર રિતિક એક્શન ફિલ્મ ‘ફાઈટર’થી દર્શકોનું દિલ જીતવા આવી રહ્યો છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement