શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપઃ ભારત સામે હાર બાદ આત્મહત્યા કરવા માંગતો હતો પાકિસ્તાનની ટીમનો આ સભ્ય, જાણો વિગત
પાકિસ્તાનના કોચ મિકી આર્થરે વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા સામે મળેલી જીત બાદ ટીમની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ભારત સામે થયેલી હાર બાદ અમારી ટીમની ચારેબાજુથી આલોચના થતી હતી. જેના કારણે હું અને ટીમ ઘણા દબાણમાં આવી ગયા હતા. હું એટલો બધો પરેશાન થઈ ગયો હતો કે સુસાઈડ કરવા માંગતો હતો.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા આઈસીસી વર્લ્ડકપ 2019માં ભારત સામે હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ મિકી આર્થર આત્મહત્યા કરવા માંગતા હતા. આ વાતની જાણકારી તેમણે ખુદ આપી છે.
પાકિસ્તાનના કોચ મિકી આર્થરે વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા સામે મળેલી જીત બાદ ટીમની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ભારત સામે થયેલી હાર બાદ અમારી ટીમની ચારેબાજુથી આલોચના થતી હતી. જેના કારણે હું અને ટીમ ઘણા દબાણમાં આવી ગયા હતા. હું એટલો બધો પરેશાન થઈ ગયો હતો કે સુસાઈડ કરવા માંગતો હતો.
પાકિસ્તાની કોચ આર્થરે કહ્યું, વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સામે થયેલી હાર બાદ ખેલાડી થાકી ગયા હતા. તમામ ખેલાડીઓ હાર બાદ થયેલી આલોચના અને મીડિયા, લોકો, સોશિયલ મીડિયાની પ્રતિક્રિયાથી દુઃખી હતા. દક્ષિણ આફ્રિકા સામે જીત બાદ અમારી ટીમને લઈ લોકો સારું લખશે. થોડીવાર માટે પાકિસ્તાનની ટીમે લોકોનું મોં બંધ કરી દીધું છે. ભારત સામે હાર બાદ હું સુસાઈડ કરવા માંગતો હતો.
.... તો વર્લ્ડકપમાં વધુ એક વખત ભારત-પાકિસ્તાનની થઈ શકે ટક્કર, જાણો કેવી રીતે
વર્લ્ડકપ 2019: ભારત સામેની મેચ પહેલા જ વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ફટકો, ઈજાના કારણે આ ખેલાડી થયો બહાર
વર્લ્ડકપઃ બાંગ્લાદેશ માટે શાકિબ અલ હસને રચ્યો ઈતિહાસ, જાણો વિગત
આગામી બે દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં થશે વરસાદ? ક્યાં કરાઈ ભારે વરસાદની આગાહી? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion