શોધખોળ કરો
ICC Rankings: 10 વર્ષ પછી આ ભારતીય ખેલાડીએ બોલર તરીકે મેળવ્યા સૌથી વધારે પોઈન્ટ
1/3

બીજી તરફ ભારતીય લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે આઈસીસી રેન્કિંગમાં ટોપ-10માં સ્થાન બનાવ્યું છે. ચહલે કારકિર્દીમાં પ્રથમ વખત ટોપ-10માં સ્થાન બનાવ્યું છે. તે ત્રણ ક્રમ ઉપર ચડીનેઆઠમાં સ્થાને પહોંચી ગયો છે. કુલદીપ યાદવ 723 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. જાડેજા 16 સ્થાનના છલાંગ સાથે 25માં સ્થાને આવી ગયો છે.
2/3

બોલિંગમાં ભારતનો જસપ્રીત બુમરાહ નંબર વન પર યથાવત્ છે. તેણે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 841 રેટિંગ મેળવ્યા છે. જે દક્ષિણ આફ્રિકાના શોલોકના 894 રેટિંગ પછી સૌથી વધારે છે. પોલોકે 2008માં આ રેટિંગ મેળવ્યા હતા. આમ 10 વર્ષ પછી કોઈ બોલર આટલા રેટિંગ મેળવવામાં સફળ રહ્યો છે.
Published at : 03 Nov 2018 08:14 AM (IST)
View More





















