શોધખોળ કરો
Advertisement
ICC T20 રેન્કિંગ: લોકેશ રાહુલ ત્રીજા ક્રમે યથાવત, જાણો વિરાટ કોહલી કયા નંબરે છે ?
લોકેશ રાહુલ અને કોહલી બે જ ભારતીય બેટ્સમેન છે જે ત્રણેય વર્ગમાં- બેટ્સમેન, બોલર અને ઓલરાઉન્ડર ખેલાડીઓની રેકિંગમાં ટોપ-10માં સામેલ છે.
દુબઈ: ICCએ બુધવારે પુરુષ ટી20 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના બેટિંગની રેકિંગ જાહેર કરી દીધી છે. જેમાં લોકેશ રાહુલ ત્રીજા નંબરે યથાવત છે. જ્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી એક ક્રમાંકના સુધારા સાથે સાતમાં નંબરે પહોંચી ગયો છે.
કેએલ રાહુલ અને કોહલી બે જ ભારતીય બેટ્સમેન છે જે ત્રણેય વર્ગમાં- બેટ્સમેન, બોલર અને ઓલરાઉન્ડર ખેલાડીઓની રેકિંગમાં ટોપ-10માં સામેલ છે. રાહુલ 816 પોઈન્ટ સાથે ડેવિડ મલાન (915) અને બાબર આઝમ (820)ની પાછળ છે. જ્યારે વિરાટ કોહલીના 697 પોઈન્ટ છે. કોહલી તમામ ફોર્મેન્ટમાં ટોપ-10 રેન્કિંગમાં સામેલ છે. તે વનેડમાં બેટ્સમેનોની રેન્કિંગમાં ટોચ પર છે. જ્યારે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં બીજા ક્રમાંકે છે.
અન્ય ખેલાડીઓમાં ન્યૂઝિલેન્ડના ઓપનર બેટ્સમેન ટિમ સિફર્ટ અને ફાસ્ટ બોલર ટિમ સાઉદીએ પાકિસ્તાન વિરુદ્ધની સીરિમાં મળેલી 2-1ની જીતમાં મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ કેરિયરનું સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવ્યું છે. સિફર્ટે આ સીરિઝમાં કુલ 176 રન બનાવતા 24 ક્રમાંકની છલાંગ લગાવી નવમાં ક્રમે પહોંચી ગયો છે જ્યારે સાઉદીએ કુલ 6 વિકેટ લીધી હતી જેના કારણે તે 13માં સ્થાન પરથી સાતમાં ક્રમે પહોંચી ગયો છે.
સાઉદી પોતાના કેરિયરમાં તમામ ફોર્મેટમાં ટોપ 10 માં પહોંચવામાં સફળ રહ્યો છે. તે ટેસ્ટમાં પોતાના કેરિયરના સર્વશ્રેષ્ઠ ચોથા અને વનડેમાં નવમાં સ્થાન પર છે. ટી20 બોલરો ઓને ઓલરાન્ડર રેન્કિંગમાં ક્રમશ: અફઘાનિસ્તાનના રાશિદ ખાન અને મોહમ્મદ નબી ટોપ પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement