નોંધનીય છે કે, સોમવારે કોલંબોમાં શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઇંગ્લેન્ડની ટીમ રેન્કિંગમાં બીજા સ્થાન પર આવી ગઈ છે. ઇંગ્લેન્ડે સીરીઝની શરૂઆત ત્રીજા સ્થાન પર 106 પોઈન્ટ સાથે કરી હતી અને તે સાઉથ આફ્રીકા કરતાં એક પોઈન્ટ પાછલ હતી. ઇંગ્લેન્ડના હવે 108 પોઈન્ટ છે.
2/4
આ સ્થિતિમાં ભારત અને ઇંગ્લેન્ડ બન્ને 108 પોઈન્ટ સાથે પોઈન્ટમાં ગણતરી કરીએ તો ઇંગ્લેન્ડની ટીમ સારી સ્થિતિમાં હશે. ઓસ્ટ્રેલિયા પણ ટીમ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવી શકે છે, પરંતુ તેના માટે ઓસ્ટ્રેલિયાએ ભારત વિરૂદ્ધ ચારેય ટેસ્ટ જીતવા પડશે અને આશા રાખવી પડશે સાઉથ આફ્રીકા વિરૂદ્ધ પાકિસ્તાન ટેસ્ટ સીરીઝ જીતી જાય અથવા ડ્રો કરે. જોકે ભારત ઓસ્ટ્રેલિયાને 4-0થી હરાવે તો 120 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન જાળવી રાખશે.
3/4
જો ઓસ્ટ્રેલિયા ટીમ ભારત વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ 4-0થી જીતી જાય અને સાઉથ આફ્રીકાની ટીમ પાકિસ્તાનને 3-0થી હરાવી દે તો સાઉથ આફ્રીકાની ટીમ ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને વિશ્વની નંબર વન ટીમ બની જશે.
4/4
નવી દિલ્હીઃ આઈસીસી દ્વારા જારી ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ભારત 116 પોઈન્ટ સાતે ટોચના સ્થાન પર છે. પરંતુ આ સ્થાન જાળવી રાખવા માટે ટીમે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં સારું પ્રદર્શન કરવું પડશે. રેન્કિંગમાં ભારત બાદ ઇંગ્લેન્ડ બીજા નંબર પર છે અને ઇંગ્લેન્ડ બાદ સાઉથ આફ્રિકા (106), ઓસ્ટ્રેલિયા (102) અને ન્યૂઝીલેન્ડ (101)નો નંબર આવે છે.