શોધખોળ કરો
Advertisement
Women’s T-20 Worldcup: ભારતે રચ્યો ઈતિહાસ, એક પણ બોલ ફેંકાયા વગર પહોંચ્યું ફાઇનલમાં
2018માં પણ ભારત અને ઈંગ્લેન્ડની ટીમ સેમિફાઈનલમાં આમને સામને હતી. ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં ભારતને હરાવ્યું હતું પરંતુ ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. ભારત પાસે 2018ના વર્લ્ડકપનો બદલો લેવાની તક છે.
સિડનીઃ ICC Women’s T20 World Cupની સેમિ ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે હતો. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પડેલા વરસાદના કારણે એક પણ બોલ ફેંકાયા વગર મેચ રદ્દ કરી દેવામાં આવી હતી. જેના કારણે ભારતનો સીધો જ ફાઈનલમાં પ્રવેશ થયો હતો.
આ રીતે પહોંચ્યું ભારત ફાઈનલમાં ગ્રુપ સ્ટેજમાં ભારતીય મહિલા ટીમની પાસે 8 પૉઇન્ટ હતા, જ્યારે ઇંગ્લન્ડ મહિલા ટીમ પાસે 6 પૉઇન્ટ જ હતા. ગ્રુપ સ્ટેજમાં જેને વધારે પૉઇન્ટ હોય તેને મેચ રદ્દ થવાનો ફાયદો મળે છે. આ ગણિતના આધારે ટીમ ઇન્ડિયા સીધી ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી.☔ MATCH ABANDONED ☔ For the first time in their history, India have qualified for the Women's #T20WorldCup final 🇮🇳 pic.twitter.com/88DHzqTbnK
— T20 World Cup (@T20WorldCup) March 5, 2020
પ્રથમ વખત ફાઈનલમાં પહોંચ્યુ ભારત ભારતીય મહિલા ટીમ છેલ્લી સાત ટુર્નામેન્ટમાં ક્યારેય ફાઇનલમાં પહોંચી શકી નથી. પરંતુ આ વખતે શાનદાર પ્રદર્શન બાદ વરસાદના કારણે મેચ રદ્દ થતાં ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. આજની મેચ પહેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મહિલા ટી-20 વર્લ્ડકપમાં રમાયેલા કુલ પાંચ મુકાબલામાં તમામ મેચમાં ઈંગ્લેન્ડ વિજેતા બન્યું હતું. 2018માં પણ આ ભારત અને ઈંગ્લેન્ડની ટીમ સેમિફાઈનલમાં આમને સામને હતી. ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારતને હરાવ્યું હતું પરંતુ ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. જેટ એરવેઝના પૂર્વ CEO નરેશ ગોયલની વધશે મુશ્કેલી, મની લોન્ડ્રિંગ કેસમાં EDએ ઘર પર પાડ્યા દરોડા ગુજરાત બોર્ડની ધો.10 અને ધો. 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ, 17.53 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા☔ India v England weather update
To complete a 10 over a side match, the toss must be held by 4.36pm local time, and play must commence by 4.51pm local time. We will keep you updated as the day progresses.#INDvENG | #T20WorldCup pic.twitter.com/MVUfMBcuC4 — T20 World Cup (@T20WorldCup) March 5, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement