શોધખોળ કરો
Advertisement
જેટ એરવેઝના પૂર્વ CEO નરેશ ગોયલની વધશે મુશ્કેલી, મની લોન્ડ્રિંગ કેસમાં EDએ ઘર પર પાડ્યા દરોડા
મની લોન્ડ્રિગ મામલે ઈડીએ આ કાર્યવાહી કરી છે. જેને લઈ ઈડીએ નવો કેસ પણ દાખલ કર્યો છે. આ પહેલા બુધવારે સવારે ઈડીએ નરેશ ગોયલને સમન્સ મોકલ્યું હતું.
મુંબઈઃ જેટ એરવેઝના પૂર્વ CEO નરેશ ગોયલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તેમનના મુંબઈ સ્થિત ઘર પર EDએ છાપા માર્યા છે. મની લોન્ડ્રિગ મામલે ઈડીએ આ કાર્યવાહી કરી છે. જેને લઈ ઈડીએ નવો કેસ પણ દાખલ કર્યો છે. આ પહેલા બુધવારે સવારે ઈડીએ નરેશ ગોયલને સમન્સ મોકલ્યું હતું.
ઈડીએ ફેમા અંતર્ગત કાર્યવાહી કરતાં દિલ્હી અને મુંબઈમાં 12 સ્થાનો પર તલાશી લીધી હતી. જેમાં જેટ અધિકારીઓના પરિસર પણ સામેલ હતી. તલાશી દરમિયાન નરેશ ગોયલની 19 કંપનીઓની જાણકારી મળી હતી. જેમાંથી 5 કંપનીઓ વિદેશમાં રજિસ્ટર્ડ છે. તપાસ દરમિયાન ખબર પડી હતી કે શંકાસ્પદ લેણદેણ દ્વારા વિદેશમાં ભંડોળ મોકલીને ગરબડ કરવામાં આવી હતી.
નરેશ ગોયલ અપ્રત્યક્ષ રીતે વિદેશમાં અનેક કંપનીઓ પર નિયંત્રણ રાખતા હતા. જેમાંથી કેટલીક ટેક્સ હેવન દેશોમાં છે. નરેશ ગોયલે ટેક્સ બચાવવા માટે ઘરેલુ અને વિદેશી કંપનીઓ વચ્ચે શંકાસ્પદ લેણદેણ કરી હોવાની વાત પ્રારંભિક તપાસમાં સામે આવી છે. ગત વર્ષે મે મહિનામાં ગોયલ અને તેની પત્નીને મુંબઈ એરપોર્ટ પરથી લંડન જતા રોકવામાં આવ્યા છે. ઉપરાંત તેમની સામે લુકઆઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યો હતો. 8,000 કરોડ રૂપિયાના ઋણના કારણે ગોયલે અનિશ્ચિત કાળ માટે જેટ એરવેઝનું સંચાલન બંધ કરી દીધું હતું. જેનાથી હજારો કર્મચારીઓ બેકાર થઈ ગયા હતા. જેટ એરવેઝ થોડા સમય પહેલા બજાર હિસ્સાની દ્રષ્ટિએ ભારતની બીજી સૌથી મોટી કંપની હતી. ગુજરાત બોર્ડની ધો.10 અને ધો. 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ, 17.53 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષાMumbai: Enforcement Directorate (ED) raid is underway at the residence of former Chairman of Jet Airways, Naresh Goyal in connection with an alleged money laundering case. pic.twitter.com/0rFmo9B3Th
— ANI (@ANI) March 5, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement