શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાની મહિલા ક્રિકેટરે હાથમાં બેટ લઈને કર્યુ આમ, લોકોએ ગણાવી ચીયરલીડર
પાકિસ્તાનની મહિલા ટીમે ટુર્નામેન્ટ શરૂ થતાં પહેલા ખૂબ મસ્તી કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં મહિલા ટી-20 વર્લ્ડ કપ શરૂ થવાને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. આ માટે તમામ ટીમો ત્યાં પહોંચી ચુકી છે. 10 ટીમો વચ્ચે વર્લ્ડ કપ મુકાબલો રમાશે. 21 ફેબ્રુઆરી વર્લ્ડકપની પ્રથમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.
શું કર્યું પાકિસ્તાનની મહિલા ટીમે
પાકિસ્તાનની મહિલા ટીમે ટુર્નામેન્ટ શરૂ થતાં પહેલા ખૂબ મસ્તી કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યો છે. ટી-20 વર્લ્ડ કપના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી વીડિયોમાં પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમના સભ્યો બીટ બોક્સિંગ ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. પાકિસ્તાની મહિલા ક્રિકેટર ઈરમે બેટને માઇક બનાવીને બીટ બોક્સિંગ કર્યુ. તેની સાથે મુનીબા અલી, સિદરા નવાજ અને સાદિયા ઇકબાલ ઉભા હતા. તેમણે બીટ બોક્સિંગ પર ડાંસ કર્યો.
વીડિયો થયો વાયરલ
આ વીડિયોને અત્યાર સુધીમાં દોઢ લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે. અમુક યૂઝર્સે છોકરીઓને આ કામ શોભા આપતુ નથી. ઉપરથી આવી હરકતો… આ ડાન્સ પાર્ટી છે કે આઇસીસી ઓફિશિયલ…. તમને શરમ આવી જોઇએ છોકરીઓ તેમ પણ લખ્યું છે.
એક યૂઝરે તો તેમને ચીયરલીડર્સ પણ ગણાવી હતી. જ્યારે એક મહિલા ફેને લખ્યુ- દરેક જગ્યાએ આવું કરવું જરૂરી છે… શેરીની ચૂડેલ…!! અન્ય એક યૂઝર્સે લખ્યું, શાનદાર.... પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ ઘણી ટેલેન્ટેડ નજરે પડી રહી છે. જ્યારે અન્ય યૂઝર્સે લખ્યું, જોઈને મજા આવી... આગ લગાવી દીધી. ભારત-પાકિસ્તાન વચ્ચે નહીં રમાય ગ્રુપ મુકાબલો આ વખતે ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો નહીં જોવા મળે. ગ્રુપ સ્ટેજમાં ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે રમશે. જ્યારે બીજા ગ્રુપમાં પાકિસ્તાન વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને થાઈલેન્ડ સામે રમશે. અયોધ્યામાં રામમંદિર નિર્માણ પર મોદીના માનીતા અધિકારી નજર રાખશે, જાણો કોણ છે આ અધિકારી ? અમેરિકન ફસ્ટ લેડી મેલનિયા ટ્રમ્પ પતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ POTUS તરીકે કેમ કરે છે ? આ 'ગુજરાતી પટેલ' પર આંતરરાષ્ટ્રીય મેચોમાં બોલિંગ નાંખવા પર મૂકાયો પ્રતિબંધ, જાણો વિગત INDvNZ: આવતીકાલે પ્રથમ ટેસ્ટ, જાણો કોહલી કયા 11 ખેલાડી સાથે ઉતરી શકે છે મેદાનમાં🎤💥 The @TheRealPCB team are absolute rockstars! pic.twitter.com/F4EODVhcfI
— ICC (@ICC) February 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement