શોધખોળ કરો
અયોધ્યામાં રામમંદિર નિર્માણ પર મોદીના માનીતા અધિકારી નજર રાખશે, જાણો કોણ છે આ અધિકારી ?
ભવન નિર્માણ સમિતીના પ્રમુખપદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માનીતા અધિકારી નૃપેન્દ્ર મિશ્રાને નિમવામાં આવ્યા છે. જે આ સમિતીની મંદિર નિર્માણની કામગીરી પર નજર રાખશે.
નવી દિલ્હીઃ રામ મંદિર નિર્માણ માટે રચાયેલા ટ્રસ્ટની બુધવારે મળેલી પહેલી બેઠકમાં રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના પ્રમુખ પદે મહંત નૃત્ય ગોપાલ દાસની વરણી કરાઈ છે. બીજી તરફ ભવન નિર્માણ સમિતીના પ્રમુખપદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માનીતા અધિકારી નૃપેન્દ્ર મિશ્રાને નિમવામાં આવ્યા છે. જે આ સમિતીની મંદિર નિર્માણની કામગીરી પર નજર રાખશે. આ નિમણૂકનો અર્થ એ થાય કે, મોદી પોતે મંદિર નિર્માણની કામગીરી પર જાતે નજર રાખવા માગે છે.
મોદીના ભૂતપૂર્વ મુખ્ય સચીવ નૃપેંદ્ર મિશ્રા ભૂતપૂર્વ આઈએએસ અધિકારી છે. વિશ્વ હિંદુ પરિષદના ચંપત રાયને ટ્રસ્ટના મહાસચિવ અને સ્વામી ગોવિંદ દેવ ગિરીને કોષાધ્યક્ષ પદે પસંદ કરવામાં આવ્યા છે. 15 દિવસ બાદ ફરી ટ્રસ્ટની એક બેઠક બોલાવવામાં આવશે જેમાં તારીખનો નિર્ણય લેવામાં આવી શકે છે.
આ બેઠક બાદ મહંત નૃત્ય ગોપાલ દાસે જણાવ્યું હતું કે, લોકોની ભાવનાનો આદર કરવામાં આવશે અને બહુ જલદી જ રામ મંદિરનું નિર્માણ કામ કરવામાં આવશે. રામ મંદિર કેવું હશે તેની માહિતી આપતા મહંતે જણાવ્યું હતું કે, મંદિરનું મુખ્ય મોડલ સરખુ જ રહેશે જ્યારે તેની ઉંચાઇ અને પહોંળાઇ વધારવાના પ્રયાસો કરવામાં આવશે.
અમેરિકન ફસ્ટ લેડી મેલનિયા ટ્રમ્પ પતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ POTUS તરીકે કેમ કરે છે ?
આ 'ગુજરાતી પટેલ' પર આંતરરાષ્ટ્રીય મેચોમાં બોલિંગ નાંખવા પર મૂકાયો પ્રતિબંધ, જાણો વિગત
INDvNZ: આવતીકાલે પ્રથમ ટેસ્ટ, જાણો કોહલી કયા 11 ખેલાડી સાથે ઉતરી શકે છે મેદાનમાં
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement