એ વાત પણ સ્પષ્ટ થઇ છે કે ભારત હજુ કોઈપણ ડે-નાઈટ ટેસ્ટ નહિ રમે. કારણકે આ મેચ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ નહિ હોય. અધિકારીએ જણાવ્યું કે,’આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના દરેક મેચ દિવસે અને લાલ બોલથી રમાશે. આવી સ્થિતિમાં ગુલાબી બોલથી ટેસ્ટ મેચ રમવાનો કોઈ જ મતલબ નથી.’
2/4
મંગળવારે જે અન્ય નિર્ણય લેવામાં આવ્યાં તેમાં 2019-23 માટે પાંચ વર્ષ માટે ફ્યૂચર ટૂર પ્રોગ્રામનો પણ સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું કે,’અમે નિર્ણય કર્યો છે કે, ભારત આ દરમિયાન દરેક ફોર્મેટમાં વધારેમાં વધારે 309 દિવસ આંતરરાષ્ટ્રિય ક્રિકેટ રમશે. જે પાંચ વર્ષના ચક્ર કરતાં 92 દિવસ ઓછું છે. જોકે, ડોમેસ્ટિક ટેસ્ટ મેચની સંખ્યા વધારીને 15થી 19 કરવામાં આવશે. આ દરેક ટેસ્ટ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે.’
3/4
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે,’આવતા વર્ષે આઈપીએલ 29 માર્ચથી 19મે વચ્ચે રમાશે. જોકે, અમારે પંદર દિવસનું અંતર રાખવું જોઈશે અને વિશ્વકપ 30મેથી શરૂ થશે. આથી 15 દિવસનું અંતર રાખવા માટે અમે પાંચ જૂનના દિવસે પ્રથમ મેચ રાખી શકીએ છીએ.
4/4
નવી દિલ્લીછ: વર્લ્ડકપ 2019માં 2 જૂનના બદલે પાંચ જૂનના રોજ દક્ષિણ આફ્રિકા સામે ભારત પોતાના અભિયાનની શરૂઆત કરશે. કારણકે બીસીસીઆઈને લોઢા સમિતિની ભલામણો અનુરૂપ આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય મેચ વચ્ચે 15 દિવસનું અંતર રાખવું અનિવાર્ય છે. વિશ્વકપ આવતા વર્ષે 30મેથી 14 જુલાઈ વચ્ચે યુનાઈટેડ કિંગ્ડમમાં રમાશે. આ બાબત પર મંગળવારે આઈસીસીના મુખ્ય અધિકારીઓ સાથે ચર્ચા થઈ હતી.