આ વીડિયોમાં ગાવસકર દ્વારા કહેવામાં આવેલી વાત ટુંક સમયમાં સાચી થઈ શકે છે અને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઈમરાન ત્યાંના વડાપ્રધાન બની જશે.
2/4
કૉમેન્ટ્રી દરમિયાન રમીઝ કોઈ વાત પર ઈમરાન ખાનની મજાક ઉડાવે છે. ગાવસકર તેમને કહે છે કે, રમીઝ કાળજી રાખીને બોલો, તમે જેની મજાક ઉડાવી રહ્યા છો તે પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બની શકે છે.
3/4
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો 2012માં રમાયેલા એશિયા કપનો છે. સુનીલ ગાવસકર અને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રમીઝ રઝા આ સીરિઝમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી મેચની કોમેન્ટ્રી કરતા જણાઈ રહ્યા છે.
4/4
નવી દિલ્હીઃ દિગ્ગજ ભારતીય ખેલાડી અને કેપ્ટન રહેલ સુનીલ ગાવસકરે 6 વર્ષ પહેલા જ ઇમરાન ખાનના પ્રધાનમંત્રી બનવાને લઈને ભવિષ્યવાણી કરી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભારતના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસકર ઈમરાન ખાનના વડાપ્રધાન બનવાની ભવિષ્યવાણી કરી રહ્યા છે.