દક્ષિણ આફ્રિકા માટે બે ખેલાડીઓ સ્ટાર પરફોર્મર રહ્યા હતા. પહેલા ડેલ સ્ટેને પોતાની વનડે કેરિયરની પ્રથમ અડધી સદી નોંધાવતા ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
2/4
સ્ટેન એ 92 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. તેના બાદ લેગ સ્પિનર ઇમરાન તાહિરે હેટ્રિક સહિત 6 વિકેટ ઝડપી ઝિમ્બાબ્વેને મોટી હાર આપી હતી.
3/4
39 વર્ષીય ઇમરાન વનડેમાં હેટ્રિક લેનાર દક્ષિણ આફ્રિકાના ચોથો બોલર છે. વનડે ઇતિહાસમાં આ 45મી હેટ્રિક છે. પરંતુ તાહિર સૌથી વધારે ઉંમરમાં હેટ્રિક લેનાર બોલર બની ગયા છે. તાહિર પહેલા વન ડેમાં સૌથી વધુ ઉંમરના હેટ્રિક લેનાર બોલર ઝિમ્બાવેનો એન્ડે બ્રાંડેસ હતો. તેણે 33 વર્ષ અને 10 મહીનાની ઉંમરમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 1997 માં હેટ્રિક લીધી હતી.
4/4
ઇમરાન તાહિર અને ડેલ સ્ટેનના શાનદાર પ્રદર્શનની મદદથી દક્ષિણ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને બીજી વનડેમાં 120 રનના વિશાળ સ્કોરના અંતરથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 47.3 ઓવરમાં 198 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ઝિમ્બાબ્વેને 24 ઓવરમાં માત્ર 78 રન પર ઓલ આઉટ કરી દીધું હતું.