શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ સ્ફોટક બેટ્સમેને પોતાની આત્મકથામાં કાશ્મીરને લઈને કર્યો બફાટ, અભિનંદનનો પણ કર્યો ઉલ્લેખ
પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર શાહિદ આફ્રીદીનું માનવું છે કે, તેના દેશના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે સમાધાન માટે વધુ પગલા લેવા જોઈએ.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર શાહિદ આફ્રીદીનું માનવું છે કે, તેના દેશના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે સમાધાન માટે વધુ પગલા લેવા જોઈએ. આફ્રીદીનું એ પણ કહેવું છે કે, કાશ્મીર કાશ્મીરીઓનું છે. ન તો ભારતીયોનું કે ન તો પાકિસ્તાનીઓનું. પ્રથમ અને સૌથી સાચું એ છે કે કાશ્મીર, કાશ્મીરના લોકોનું છે. આફ્રીદીએ પોતાની આત્મકથામાં આ વિચાર વ્યક્ત કર્યા છે.
આફ્રિદીએ કાશ્મીર ઉપરાંત કરતારપુર કૉરિડૉર, વિંગ કમાન્ડર અભિનંદનનો પણ ઉલ્લેખ પોતાની આત્મકથામાં કર્યો છે. શાહિદ આફ્રિદીનું માનવું છે કે પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને કાશ્મીરનો મુદ્દે સમાધાન માટે વધારે પગલા લેવા જોઇએ.
જો કે આફ્રિદીએ એ પણ કહ્યું છે કે પ્રધાનમંત્રી માટે કંઇપણ કહેવું સરળ છે, પરંતુ તેમની જેમ કામ કરવું અઘરું છે. આફ્રિદીની આત્મકથાનું નામ ‘ગેમ ચેન્જર’ છે, જેમાં તેણે પોતાના જીવનસ, ક્રિકેટ સાથે જોડાયેલી વાતો શેર કરી છે. ‘ગેમ ચેન્જર’ને આફ્રિદીએ પત્રકાર વજાહત એસ ખાન સાથે મળીને લખી છે અને ‘હાર્પરકૉલિન્સ ઇન્ડિયા ઇમ્પ્રિંટ હૉર્પર સ્પોર્ટ્સ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. આફ્રિદીએ કહ્યું કે ખાનનું નવું પાકિસ્તાન ભારત સાથે જેવા સંબંધ બનાવી રહ્યું છે તે તેનો મોટો પ્રશંસક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion