શોધખોળ કરો
IND v ENG: સંઘર્ષ બાદ ઓવલમાં ભારતની 118 રનથી હાર, ઈંગ્લેન્ડનો 4-1થી શ્રેણી વિજય
1/5

પાંચમા દિવસની શરૂઆતમાં લોકેશ રાહુલ અને અજિંક્ય રહાણેએ ઈંગ્લેન્ડના બોલરોનો મક્કમતાથી સામનો કર્યો હતો. રાહુલ અને રહાણએ 119 રનની ભાગીદારી કરી હતી. જે બાદ રહાણે 37 રન મોઈન અલીની ઓવરમાં ચોથી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારનારો હનુમા વિહારી બીજી ઈનિંગમાં ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. સ્ટોક્સે તેને વિકેટકિપરના હાથે કેચ આઉટ કરાવી ભારતને પાંચમો ફટકો આપ્યો હતો. જે બાદ રાહુલ અને પંતે 204 રનની ભાગીદારી કરી હતી. રાહુલ 149 રન બનાવી રાશિદની ઓવરમાં બોલ્ડ થતાં ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. પંત પણ 114 રન બનાવી રાશિદનો શિકાર બન્યો હતો. જે બાદ જાડેજા અને ઈશાંતે થોડો પ્રતિકાર કર્યો હતો.
2/5

ઓવલઃ ઈંગ્લેન્ડે મેચ જીતવા આપેલા 464ના ટાર્ગેટ સામે ભારતીય ટીમ 345 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે યજમાન ટીમનો 118 રનથી વિજય થયો હતો. મેચના પાંચમા અને અંતિમ દિવસે ભારતીય બેટ્સમનો અજિંક્ય રહાણે (37 રન), લોકેશ રાહુલ (149 રન) અને રિષભ પંત (114 રન)એ ઈંગ્લેન્ડના બોલરોનો મક્કમતાથી સામનો કર્યો હતો, તેમ છતાં મેચ ડ્રો કરી શક્યા નહોતા. ઈંગ્લેન્ડ પ્રથમ,બીજી, ચોથી અને પાંચમી ટેસ્ટ જીત્યું હતું, જ્યારે ભારતનો ત્રીજી ટેસ્ટમાં વિજય થયો હતો. ઈંગ્લેન્ડે મેચ જીતીને કૂકને યાદગાર ફેરવેલ આપી હતી. એન્ડરસને છેલ્લી વિકેટ તરીકે શમીને આઉટ કરતાં જ ક્રિકેટ વિશ્વમાં સૌથી વધારે વિકેટ લેનારો ફાસ્ટ બોલર બની ગયો છે.
Published at : 11 Sep 2018 03:26 PM (IST)
View More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ગેજેટ
દેશ
ધર્મ-જ્યોતિષ





















