ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમનો આ 12મો ઓસ્ટ્રેલિયા પ્રવાસ છે, આ પહેલા ભારતીય ટીમે જ્યારે પણ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો છે ત્યારે ટેસ્ટ સીરીઝની પહેલી મેચ ક્યારેય નથી જીતી શકી.
2/5
એડિલેડ ટેસ્ટમાં જીત સાથે કોહલી પહેલો એવો કેપ્ટન બની ગયો છે જેને ઓસ્ટ્રેલિયાની ધરતી સીરીઝની પહેલી ટેસ્ટ મેચ જીતી હોય. આ સિલસિલો છેલ્લા 86 વર્ષથી અકબંધ હતો, જે 31 રનની હાર સાથે તુટી ગયો છે.
3/5
ભારતે 86 વર્ષ પહેલા 1932માં પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી, 1932થી લઇને અત્યાર સુધી કોઇપણ ભારતીય ટીમ જ્યારે જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઇ છે, તે આ સીરીઝની પહેલી ટેસ્ટ ક્યારેય નથી જીતી શકી. મેચ ડ્રૉ થઇ હોય કે પછી ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે.
4/5
નવી દિલ્હીઃ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ટીમે ઘરઆંગણે 31 રને માત આપી છે, આ સાથે જ ભારતીય ટીમના કેપ્ટન કોહલીએ એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. કોહલી એન્ડ કંપનીએ શાનદાર પ્રદર્શન કરતાં પ્રથમ ટેસ્ટમાં જીત મેળવી, આને સાથે 86 વર્ષ જુનો ચાલ્યો આવતો ઇતિહાસનો સિલસિલો પણ તુટ્યો છે.
5/5
બન્ને દેશો વચ્ચે અત્યાર સુધી 11 ટેસ્ટ સીરીઝ રમાઇ, જેમાં ઓસ્ટ્રેલિયાએ 8 જીતી છે અને 3 ડ્રૉ રહી છે. ઓસ્ટ્રેલિયામાં બન્ને દેશોએ કુલ 44 ટેસ્ટ મેચો રમી છે જેમાં ઓસ્ટ્રેલિયન ટીમે 28 મેચો જીતી છે જ્યારે ભારતે માત્ર 5 મેચોમાં જ જીત મેળવી છે, જોકે, 11 ટેસ્ટ મેચો ડ્રૉ રહી છે.