કાર્તિક આગળ કહ્યું કે, સ્પષ્ટ છે કે ટીમ મેનેજમેન્ટે મને મારી ભૂમિકા વિશે જણાવ્યું છે અને તે ઈચ્છે છે કે હું તેમાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરું. તેઓ મારું સમર્થન કરી રહ્યા છે. તેણે જણાવ્યું કે, હું આ જ નંબર પર બેટિંગ કરીશ. એટલે કે આ વર્ષે 30 મેથી 14 જુલાઈ 2019 દરમિયાન ઇંગ્લેન્ડમાં અને વેલ્સમાં રમાનાર વર્લ્ડ કપ માટે દિનેશ કાર્તિકનું સ્થાન નક્કી થઈ ગયું છે.
2/3
33 વર્ષના કાર્તિકને ટીમમાં ફિનિશરની પોતાની ભૂમિકા વિશે પૂછવા પર કહ્યું કે, હું તેનો અભ્યાસ કર્યો છે, તેના પર કામ કરી રહ્યો છું. આ ખૂબ જ જરૂરી સ્કિલ છે. આ એવી સ્કિલ ચે જ્યાં તમારે મનથી શાંત રહેવાનું હોય છે, અનુભવ તેમાં ખૂબ જ મદદ કરે છે. રમતમાં આ ભાગ્યે જ સૌથી મુશ્કેલ સ્કિલ છે. મેચ ખત્મ કરવા અને વિજેતા ટીમ બાજુ હોવું શાનદાર હોય છે.
3/3
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019 પહેલા દિનેશ કાર્તિકનું મોટું નિવેદન આવ્યું છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી વનડેમાં જીત નોંધાવ્યા બાદ કાર્તિકે કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે તેને છઠ્ઠા ક્રમે બેટિંગ કરતાં મેચ ફિનિશરની ભૂમિકા સોંપી છે. જીત માટે 299 રનનો ટાર્ગેટ પીછો કરવા ઉતરેલ ભારતીય ટીમ માટે કાર્તિકે (અણનમ 250 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેણે પાંચમી વિકેટ માટે ધોની (અણનમ 55) સાથે 57 રનની અતૂટ ભાગીદારી કરીને ત્રણ મેચની સીરીઝ 1-1થી બરાબર કરી હતી.