શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રોહિત શર્માની ફિટનેસ પર BCCI અધ્યક્ષ ગાંગુલીનું મોટું નિવેદન, જાણીને ચોંકી જશો
ભારતીય ટીમ 27 નવેમ્બરથી શરુ થનારી સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા ગુરુવારે પહોંચી ગઈ છે. ટીમ સાથે રોહિત નથી જે બાદમાં ટેસ્ટ ટીમમાં જોડાશે.
નવી દિલ્હી: રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે અને ટી-20 ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યો. જો કે તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રોહિતને વનડે અને ટી20 ટીમમાં સામેલ નહીં કરવા પર તમામ પ્રતિક્રિયાઓ સામે આવી છે. જો કે, તે આઈપીએલ 2020માં પોતાની છેલ્લી ત્રણ મેચ રમ્યો હતો અને મુંબઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યું.
ભારતીય ટીમ 27 નવેમ્બરથી શરુ થનારી સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા ગુરુવારે પહોંચી ગઈ છે. ટીમ સાથે રોહિત નથી જે બાદમાં ટેસ્ટ ટીમમાં જોડાશે. તેની વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રોહિત શર્માની ફિટનેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગાંગુલી અનુસાર રોહિત હજુ પણ 70 ટકા જ ફિટ છે.
મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા ડાબા પગમાં હેમસ્ટ્રિંગના કારણે આઈપીએલમાં કેટલીક મેચ નહોતો રમ્યો. તેના બાદ તે સમગ્ર ઓસ્ટ્રેલિયા સિરીઝમાંથી જ બહાર થઈ ગયો હતો, જો કે, બાદમાં અંતિમ ત્રણ મેચ રમતા જોઈને તેને પસંદગીકર્તાએ ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે.
ધ વીકને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ગાંગુલીએ કહ્યું કે, રોહિત હજું પણ 70 ટકા છે. ગાંગુલીએ રોહિતની ફિટનેસને લઈ વાત કરતા કહ્યું કે, આપ પોતે રોહિત ને કેમ નથી મળી લેતા ? ફિટનેસના કારણે જ તેની વનડે અને ટી20 માટે પસંદગી કરાઈ નથી. તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
રોહિત સિવાય વિકેટકીપર-બેટ્સમેન રિદ્દિમાન સાહા પણ હેમસ્ટ્રિંગની ઈજા સામે સંઘર્ષ કરી રહ્યો છે. સાહાને પણ માત્ર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion