Ind vs Eng, 2021: આજની મેચમાં ભારતીય ટીમ કોને શ્રદ્ધાંજલિ આપવા માટે હાથમાં 'કાળી પટ્ટી' બાંધીને ઉતરી મેદાનમાં, જાણો વિગતે
આજની મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
IND vs ENG 4th Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે લંડનના ઓવલ ગ્રાઉન્ડ પર ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. પ્રથમ ટેસ્ટ બાદ બન્ને ટીમો એક એક ટેસ્ટ જીતીને સીરીઝમાં બરાબરી પર છે. બન્ને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમાઇ રહી છે. આજની મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
આજની ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓ કાળી પટ્ટી બાધીને ઉતર્યા મેદાનમાં-
બીસીસીઆઇએ એક તસવીર શેર કરી છે, જેમાં ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓના હાથમાં કાળી પટ્ટી બાંધેલી જોઇ શકાય છે. ખરેખરમાં, ભારતીય ક્રિકેટ ટીમે આ કાળી પટ્ટી ભારતીય ક્રિકેટના જાણીતા કૉચ વાસુદેવ પરાંજપેના નિધન થયુ ગયુ હતુ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે બાંધી છે.
The Indian Cricket Team is sporting black armbands today to honour the demise of Shri Vasudev Paranjape.#TeamIndia pic.twitter.com/9pEd2ZB8ol
— BCCI (@BCCI) September 2, 2021
વાસુદેવ પરાંજપેના નિધનથી સમગ્ર ખેલ જગતમાં શોકની લહેર ફરી વળી હતી. સુનિલ ગાવસ્કરથી લઇને, દિલીપ વેંગસરકર, સચીન તેંદુલકર જેવા દિગ્ગજ ક્રિકેટરોને નિખારનારા વાસુ પરાંજપેએ 82 વર્ષની ઉંમરે મુંબઇના માટુંગામાં પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. વાસુએ કૉચિંગ પહેલા ખુદ પણ ક્રિકેટના મેદાનમાં આવ્યા હતા, તેમને મુંબઇમાં 28 ફર્સ્ટ ક્લાસ મેચો રમી હતી. આ દરમિયાન તેમને બે સદી અને બે ફિફ્ટીની મદદથી 785 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ટીમ ઈન્ડિયામાં અશ્વિનની ફરી અવગણના
ત્રીજી ટેસ્ટમાં હાર બાદ ભારતીય ટીમમાં બે થી ત્રણ બદલાવની ચર્ચા થતી હતી. જે મુજબ જ કેપ્ટન કોહલીએ ઈશાંત શર્મા, મોહમ્મદ શમીના સ્થાને શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવનો સમાવેશ કર્યો છે. અશ્વિનની ફરીથી અવગણના કરવામાં આવી છે.
ઈંગ્લેન્ડની ટીમમાં બે બદલાવ
ઈંગ્લેન્ડનો કેપ્ટન ફરી એક વખત ટોસ જીતવામાં સફળ રહ્યો હતો. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. ઈંગ્લેન્ડની ટીમમાં બે બદલાવ કરવામાં આવ્યા છે. જોસ બટલરના સ્થાને ઓલી પોપે અને સેમ કરનના સ્થાને ક્રિસ વોક્સને સામેલ કરાયા છે.
1971 બાદ ભારત અહીં જીત્યું નથી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ શરૃ થવા જઈ રહી છે. ભારત આ મેદાન પર ૧૩માંથી એકમાત્ર ટેસ્ટ જીતી ચૂક્યું છે. ભારતે ૧૯૭૧માં અજીત વાડેકરની કેપ્ટન્સી હેઠળ ઈંગ્લેન્ડમાં સૌપ્રથમ ટેસ્ટ મેચ અને શ્રેણી જીતી હતી, તે રેકોર્ડ આ જ મેદાન પર નોંધાયો હતો. આજે તે વિજયની ગોલ્ડન જ્યુબિલી ચાલી રહી છે. જોકે, ભારત ત્યાર બાદ અહીં એક પણ મેચ જીતી શક્યું નથી. ૧૩માંથી ઈંગ્લેન્ડ છેલ્લી ત્રણ સહિત કુલ પાંચ ટેસ્ટ જીત્યું છે. જ્યારે સાત ટેસ્ટ મેચ ડ્રો રહી છે. આમ કોહલી પાસે આજથી શરૂ થતી ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચવાનો પણ મોકો છે.