શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ENG: દુનિયાના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં પિંક બોલ ટેસ્ટ માટે PM મોદી અને ગૃહમંત્રીને આમંત્રણ, ગાંગુલી પણ આવી શકે છે
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી ડે-નાઈટ પિંક બોલ સ્ટેટ રમાવાની છે.
અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી ડે-નાઈટ પિંક બોલ સ્ટેટ રમાવાની છે. આ પહેલા 23 તારીખે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે. ત્યારે ટેસ્ટ મેચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે એવી પણ સંભાવનાઓ છે કે, બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી 23 તારીખથી લઈ 25 તારીખ સુધી અમદાવાદમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, દોઢ મહિના પહેલા ગાંગુલીને હાર્ટ એટેક આવતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. સારવાર બાદ પહેલીવાર કોઈ જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ આ પહેલા ઘરેલુ સીરિઝમાં એક પિંક બોલ ટેસ્ટનું આયોજન કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઘરેલુ સીરિઝમાં એક પિંક બોલ ટેસ્ટ હોવી જરૂરી છે. દરેક પેઢી કોઈના કોઈ બદલવા સાથે પસાર થાય છે. આ સમયે પિંક બોલ ટેસ્ટ ક્રિકેટમાં થયેલા મુખ્ય ફેરફારમાંનો એક છે. તેની ખાસિયત એ છે કે, ટેસ્ટ ક્રિકેટને જીવંત બનાવી રાખી શકાય. તેમણે કહ્યું, મન લાગે છે કે, અમદાવાદના નવા સ્ટેડિયમમાં સૌને શાનદાર નજારો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, આ મેચ માટે ઉપલબ્ધ તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.
દુનિયાનું સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચથી બનાવવામા આવ્યું છે. જેમાં 1,10,000 દર્શકોને બેસવાની ક્ષમતા છે. આ સ્ટેડિયમને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ સ્ટેડિયમ બનાવનારી કંપની દ્વારા જ ડિઝાઇન કરવામાં આવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion