શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

IND vs ENG:રવિન્દ્ર જાડેજાએ આપ્યું ફિટનેસ અપડેટ, ઈજાના કારણે મેચથી બહાર હતા, શું ત્રીજી ટેસ્ટમાં કરશે વાપસી

IND vs ENG, Ravindra Jadeja:ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. હવે તેની ઈજાને લઈને મોટું અપડેટ આવ્યું છે.

IND vs ENG, Ravindra Jadeja Injury Update: વિશાખાપટ્ટનમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચની વચ્ચે ભારતીય ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ફિટનેસને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. હેમસ્ટ્રિંગની ઈજાથી પીડિત રવિન્દ્ર જાડેજા હાલ રિકવરી માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. જો કે અહેવાલો અનુસાર જાડેજા ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે.                                                                   

જાડેજા આખી શ્રેણીમાંથી બહાર થઈ શકે છે

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને મળેલી માહિતી મુજબ ભારતીય ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હેમસ્ટ્રિંગની ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ શકે છે. સામાન્ય રીતે, કોઈપણ ખેલાડીને હેમસ્ટ્રિંગની ઈજામાંથી સાજા થવામાં ત્રણથી આઠ અઠવાડિયા લાગે છે. આવી સ્થિતિમાં જાડેજાનું ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.                                          

જો રવિન્દ્ર જાડેજા આ ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ જાય છે તો તે ભારતીય ટીમ માટે મોટો ઝટકો હશે. વાસ્તવમાં, આ સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર ફોર્મમાં છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ તેના ફેવરિટ ખેલાડીની ખૂબ મિસ કરશે.

પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન

રવીન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ મેચમાં બેટ અને બોલ બંનેથી શાનદાર રમત રમી હતી. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં જાડેજાએ કુલ પાંચ વિકેટ ઝડપી હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં તેણે ભારત માટે 87 રનની અમૂલ્ય અડધી સદી રમી હતી. જો કે, તે ભારતને જીત તરફ લઈ જઈ શક્યો ન હતો અને ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારતને 28 રનથી હરાવ્યું હતું. આ ટેસ્ટ બાદ જાડેજા ઈજાનો શિકાર બન્યો હતો અને તેને બીજી ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : વાગ્યું તીર તો ફૂટી ફાનસ, ખીલ્યું કમળ તો વિખરાયો પંજો
Hun To Bolish : હું તો બોલીશ : ત્રિશુલની શક્તિ
Hun To Bolish : હું તો બોલીશ : કહાની વશની, ઉજળ્યો વંશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
Embed widget