શોધખોળ કરો
Advertisement
ભારતીય ક્રિકેટરોને પણ અત્યારે મોટેરા સ્ટેડિયમાં પ્રવેશ નહીં, ક્રિકેટરો ક્યાં પ્રેક્ટિસ કરે છે એ જાણીને આશ્ચર્ય થશે
દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે.
અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી ડે-નાઈટ પિંક બોલ સ્ટેટ રમાવાની છે. ત્યારે સીરિઝ જીતવા અને વર્લ્ડ ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખી ટીમ ઈન્ડિયા શનિવારે ખૂબ પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી. જેની તસવીરો અને વીડિયો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્વિટર પર શેર કરી હતી. જો કે, ટીમ ઈન્ડિયા નેટ પ્રેક્ટિસ સ્ટેડિયમની બહાર કરતી જોવા મળી હતી. જેને જોઈને લોકોને પણ આશ્ચર્ય થયું હતું.
BCCIએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની આકરી પ્રેક્ટિસના કેટલાક વીડિયો અને તસવીરો શેર કરી છે. જેમાં કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, રિષભ પતં જેવા સ્ટાર ખૂબ પરસેવો પાડતા નજર આવી રહ્યાં છે. જો કે, તસવીરોમાં ખેલાડીઓ ટ્રેનિંગ સેશન સ્ડેડિયમની અંદર કરતા નજર આવી રહ્યાં છે પરંતુ બીસીસીઆઈ દ્વારા જે વીડિયો શેર કરવામાં આવ્યા છે તેમાં ક્રિકેટરો નેટ પ્રેક્ટિસ સ્ડેડિયમની બહાર કરતા જોવા મળ્યા હતા.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચથી બનાવવામા આવ્યું છે. આમાં 1,10,000 દર્શકોને બેસવાની ક્ષમતા છે. આ સ્ટેડિયમને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ સ્ટેડિયમ બનાવનારી કંપની દ્વારા જ ડિઝાઇન કરવામાં આવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
સમાચાર
Advertisement