IND vs NZ, T20 WC : ટી-20 વર્લ્ડકપમાં ભારતની સતત બીજી હાર, ન્યૂઝીલેન્ડે 8 વિકેટે હરાવ્યું
T20 WC 2021, Match 28, IND vs NZ: ટી20 વર્લ્ડકપ 2021 ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ આજે પોતાની બીજી મેચ કિવી સામે રમી રહ્યું છે. ટીમ ઇન્ડિયા ઐતિહાસિક જીત મેળવીને ટૂર્નામેન્ટમાં ટકી રહેવા પ્રયાસ કરશે.
LIVE
Background
T20 WC 2021, Match 28, IND vs NZ: ટી20 વર્લ્ડકપ 2021 ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ આજે પોતાની બીજી મેચ કિવી સામે રમી રહ્યું છે. દુબઇના મેદાન પર ટીમ ઇન્ડિયા ઐતિહાસિક જીત મેળવીને ટૂર્નામેન્ટમાં ટકી રહેવા પ્રયાસ કરશે.
ટી-20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડની પ્રથમ જીત
ન્યૂઝીલેન્ડની 8 વિકેટથી જીત
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 111 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વિરોધી ટીમે 14.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે બે વિકેટ ઝડપી હતી. તેના સિવાય કોઈ બોલર વિકેટ મેળવી શક્યો નહોતો.
ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી હાર આપી
ટી-20 વર્લ્ડકપમાં ભારતની સતત બીજી હાર થઈ છે. ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી હાર આપી છે.
ન્યૂઝીલેન્ડ જીતની નજીક
જસપ્રિત બુમરાહે તેની છેલ્લી ઓવરમાં સારી બોલિંગ કરી અને ડેરિલ મિશેલને 49 રનમાં પેવેલિયન મોકલી દીધો. પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી લગભગ અશક્ય છે. બુમરાહે ઓવરમાં માત્ર 1 રન આપ્યો હતો. ન્યુઝીલેન્ડનો સ્કોર 14 ઓવર પછી 108/2
ન્યુઝીલેન્ડનો સ્કોર 7 ઓવર પછી 55/1
ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ઝડપથી રન કરીને ટીમને જીતની નજીક લઈ જઈ રહ્યા છે. ન્યુઝીલેન્ડનો સ્કોર 7 ઓવર પછી 55/1