ભારત-ન્યૂઝીલેન્ડ મેચઃ આજે કોહલી માટે 'કરો યા મરો', આઇસીસી મેચોમાં ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ બદલવો પડશે
ટી20 ક્રિકેટમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ 17મી વખત ટકરાશે, આ પહેલા બન્ને વચ્ચે 16 મેચોમાં ભારત સામે ન્યૂઝીલેન્ડનુ પલડુ ભારે રહ્યું છે. ન્યૂઝીલેન્ડે જ્યાં 8 મેચો જીતી છે,
નવી દિલ્હીઃ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ખરાખરીના જંગ વાળી મેચ રમાશે. બન્ને ટીમો વચ્ચે આજે કરો યા મરો સન્ડે છે, કેમ કે આજે જે ટીમ જીતશે તેને ફાયદો થશે અને જે ટીમ હારશે તેને આગળ જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, એમ કહીએ તો ખોટુ નથી કે લગભગ બહાર થવાનો વારો આવી જાય. ગયા રવિવારે ભૂલી જાઓ, આ એક નવો રવિવાર છે કે મકે ગયો રવિવાર ટીમ ઇન્ડિયા માટે ખરાબ રહ્યો, ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની પહેલી મેચમાં પાકિસ્તાનના હાથે કારમો પરાજય સહન કરવો પડ્યો હતો. આ સાથે જ ભારતીય ટીમ પર દબાણ વધી ગયુ છે. હવે આજે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઇન્ડિયાએ એકવાર ફરીથી ઇતિહાસ બદલવા મેદાનમાં ઉતરવુ પડશે. અત્યાર સુધીની મેચમાં ભારત સામે ન્યૂઝીલેન્ડનુ પલડુ ભારે રહ્યું છે.
આંકડાઓ ભારત સામે ન્યૂઝીલેન્ડ મજબૂત-
ટી20 ક્રિકેટમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ 17મી વખત ટકરાશે, આ પહેલા બન્ને વચ્ચે 16 મેચોમાં ભારત સામે ન્યૂઝીલેન્ડનુ પલડુ ભારે રહ્યું છે. ન્યૂઝીલેન્ડે જ્યાં 8 મેચો જીતી છે, સામે ભારત માત્ર 6 મેચો જીતી શક્યુ છે. જ્યારે બે મેચો બન્ને વચ્ચે ટાઇ રહી છે.
ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતના ન્યૂઝીલેન્ડ સામે બે પરાજય
ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપમાં બે મુકાબલા ખેલાયા છે અને બંનેમાં ન્યૂઝિલેન્ડ વિજેતા બન્યું છે. વર્ષ ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપમાં જોહનીસબર્ગમાં રમાયેલી મેચમાં ભારતનો ન્યૂઝિલેન્ડ સામે ૧૦ રનથી પરાજય થયો હતો. ન્યૂઝિલેન્ડના ૧૯૦ સામે ભારત ૯ વિકેટે ૧૮૦ રન કરી શક્યું હતુ. તે મેચમાં મેક્કુલમે ૪૫ અને મેકમિલને ૪૪ રન કર્યા હતા. ૨૦ રનમાં ચાર વિકેટ ઝડપનારો વેટ્ટોરી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે ભારત તરફથી ગંભીરે ૫૧ અને સેહવાગે ૧૭ બોલમાં ૪૦ રન કર્યા હતા.
૨૦૧૬માં ભારતમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં રમાયેલી ભારત સામેની મેચમાં ન્યૂઝિલેન્ડ ૪૭ રનથી જીત્યું હતુ. ન્યૂઝિલેન્ડના ૧૨૬/૭ સામે ભારત ૭૯માં ખખડયું હતુ. કોરી એન્ડરસને ૩૪ રન કર્યા હતા. સાન્ટનરે ૧૧ રનમાં ચાર અને ઈશ સોઢીએ ૩ વિકેટ ઝડપતા ભારત ૭૯માં ખખડયું હતુ. જેમાં ધોનીના ૩૦ અને કોહલીના ૨૩ રન હતા. તે મેચમાં કોહલી, રહિત, અશ્વિન, બુમરાહ, ધવન, હાર્દિક પંડયા, જાડેજા ભારત તરફથી અને વિલિયમસન, ગપ્ટિલ, સાન્ટનર, ઈશ સોઢી અને મિલ્ને ન્યૂઝિલેન્ડ તરફથી રમ્યા હતા.
ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં થશે મોટો ફેરફાર
પાકિસ્તાન સામે મળેલી હારથી ભારતીય ટીમ નિરાશ થઇ ગઇ છે, હવે આજે ટીમમાં એક મોટો ફેરફાર કરી શકે છે. ટીમ ઇન્ડિયામાં વરુણ ચક્રવર્તીની જગ્યાએ ન્યૂઝીલેન્ડ સામે અશ્વિનન રમાડી શકે છે. જ્યારે ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો કિવી ટીમમાં ઇશ સોઢી અને સેન્ટનરનુ રમવુ લગભગ નક્કી છે, અને ઓલરાઉન્ડર તરીકે કાઇલી જેમીસન મેદાન પર દેખાશે.
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. સાંજે 7 કલાકે ટોસ થશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે
કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
ટી20 વર્લ્ડકપના લાઇવ ટેલિકાસ્ટના અધિકાર સ્ટાર નેટવર્કની પાસે છે. ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્કની ચેનલો પર થશે. ભારતીય ઉપમહાદ્વીપ શ્રીલંકા, ભૂટાન, બાંગ્લાદેશ અને માલદીવ ઉપરાંત અન્ય દેશોમાં પણ આ નેટવર્ક પર આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. ફેન્સ સ્ટાર સ્પૉર્ટ્સ 1, સ્ટાર સ્પૉર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પૉર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પૉર્ટ્સ 2 , સ્ટાર સ્પૉર્ટ્સ 2 એચડી, અને સ્ટાર સ્પૉર્ટ્સ 2 હિન્દી ની ચેનલ્સ પર તમામ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકો છો. આ ઉપરાંત તમે ડિઝ્ની હૉટસ્ટાર એપ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો.
ચેનલ ન હોય તો પણ અહીંથી ફ્રી જોઈ શકાશે મેચ
ભારતમાં ક્રિકેટની દિવાનગીને ધ્યાનમાં રાખીને દૂરદર્શન અને આકાશવાણીથી લાઇવ મેચ, રેડિયો કોમેંટ્રી પ્રસારિ થશે. ડીડી ફ્રી ડિશ પરથી ભારતની તમામ મેચ, સેમિ ફાઈનલ અને ફાઈનલનું પ્રસારણ થશે.