(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SA, 1st Test : દક્ષિણ આફ્રિકામાં ભારતની ઐતિહાસિક ટેસ્ટ જીત, પ્રથમ ટેસ્ટ 133 રને જીતીને મેળવી 1-0ની લીડ
Ind vs SA, Test : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પાંચમો દિવસ શરૂ થઇ ગયો છે. ભારતને આજે ઐતિહાસિક જીત મેળવવાનો બેસ્ટ મોકો છે.
LIVE
Background
Ind vs SA, Test : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પાંચમો દિવસ શરૂ થઇ ગયો છે. ભારતને આજે ઐતિહાસિક જીત મેળવવાનો બેસ્ટ મોકો છે.
પહેલીવાર સેન્ચૂરિયનમાં જીત
કોહલીની આગેવાની વાળી ટીમે શાનદાર રમત બતાવતા પ્રથમ ટેસ્ટમાં જીત અપાવી છે. ભારતે પહેલીવાર સેન્ચૂરિયન મેદાન પર દક્ષિણ આફ્રિકન ટીમે હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ મેદાન પર ટીમ ઇન્ડિયાની આ ફોર્મેટમાં પહેલી જીત છે. ભારતીય બૉલરોની ધારદાર બૉલિંગ સામે આફ્રિકન બેટ્સમેનો ના ટકી શક્યા અને માત્ર 191 રનમાં તંબુ ભેગા થઇ ગયા હતા. આ સાથે જ ભારત ટેસ્ટ સીરીઝમાં 1-0થી આગળ નીકળી ગયુ છે.
ભારતની ઐતિહાસિક ટેસ્ટ જીત
સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમે ઐતિહાસિક જીત મેળવી લીધી છે. પ્રથમ વખત ભારતીય ટીમે આફ્રિકાન ધરતી પર જીત મેળવી છે. બૉક્સિં ડેથી શરૂ થયેલી સેન્ચૂરિયન ટેસ્ટમાં કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને બીજી ઇનિંગમાં 191 રન ઓલઆઉટ કરીને 113 રનથી ટેસ્ટ જીતી લીધી છે. ભારત તરફથી સૌથી વધુ બુમરાહ અને શમીએ 3-3 વિકેટો ઝડપી હતી, જ્યારે સિરાજ અને અશ્વિનને 2-2 વિકેટો મળી હતી. આફ્રિકા તરફથી બીજી ઇનિંગમાં એકમાત્ર કેપ્ટન ડીન એલ્ગર જ પોતાની ફિફ્ટી પુરી કરી શક્યો હતો.
લંચ બ્રેક સુધી દ.આફ્રિકા 182/7
લંચ બ્રેક સુધી ભારતીય ટીમ મજબૂત સ્થિતમાં આવી ગઇ છે, તો વળી બીજીબાજુ આફ્રિકા ટીમ મુશ્કેલીમા મુકાઇ છે. લંચ બ્રેક સુધી દક્ષિણ આફ્રિકા ટીમનો સ્કૉર 66 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 182 રન પર પહોંચ્યો છે. અત્યારે તેમ્બા બવુમા 34 રન અને જેનસેન 5 રન બનાવીને ક્રિઝ પર છે.

દક્ષિણ આફ્રિકા મુશ્કેલીમાં
દક્ષિણ આફ્રિકાની ટીમ પાંચમા દિવસે મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. મોહમ્મદ શમીએ વિયાન મુલ્ડરને સ્ટમ્પની પાછળ ઋષભ પંતના હાથમાં ઝીલાવી દીધો હતો. મુલ્ડર માત્ર 1 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આ સાથે જ ભારત ઐતિહાસિક જીતની એકદમ નજીક પહોંચી ગઇ છે.