શોધખોળ કરો
Advertisement
કોરોનાનો ખૌફઃ ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રીકા વચ્ચેની અંતિમ બે વનડે મેચને લઈને લેવાયો મોટો નિર્ણય
શ્રેણીની અંતિમ બે મેચ ખાલી સ્ટેડિયમમાં કરાવવાના નિર્ણય પછી બીસીસીઆઈ ટિકિટના પૈસા પાછા આપશે.
નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે લખનઉ અને કોલકાતામાં રમાનારી અંતિમ બે વન-ડે ક્રિકેટ મેચ કોરોના વાયરસના કારણે ખાલી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. લખનઉમાં 15 માર્ચે જ્યારે કોલકાતામાં 18 માર્ચે મેચ રમાવાની છે. સિરીઝના પ્રથમ મેચ ગુરૂવારે વરસાદના કારણે રદ્દ કરી દેવામાં આવી. ધરમશાલામાં સતત વરસી રહેલા વરસાદના કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો.
સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે કે જો કોઈ ટુર્નામેન્ટને રદ્દ કરી શકાય તેમ ન હોય તો મોટી સંખ્યામાં પ્રેક્ષકો વગર તેનું આયોજન કરવું જોઈએ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ જણાવ્યું છે કે બીસીસીઆઈને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી તરફથી નોટિફિકેશન મળ્યું છે. જો તેઓ પ્રેક્ષકો વગર મેચ રમાડવાનું કહેતા હોય તો અમારે તેમની વાત માનવી પડશે.
રિપોર્ટ્સ પ્રમાણે શ્રેણીની અંતિમ બે મેચ ખાલી સ્ટેડિયમમાં કરાવવાના નિર્ણય પછી બીસીસીઆઈ ટિકિટના પૈસા પાછા આપશે. આ પહેલા બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ ધર્મશાલામાં રમાઈ હતી. જે વરસાદના કારણે રદ થઈ છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO)કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે પૃષ્ટી કરી છે કે કુલ 73 મામલામાં 56 ભારતીય અને 17 વિદેશી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement