શોધખોળ કરો
Advertisement
IND vs WI: બીજી ટી20માં અમ્પાયરની સૂચનાનું પાલન નહીં કરવા પર આ વિસ્ફોટક ખેલાડીને ફટકાર્યો દંડ
આઈસીસીએ કહ્યું કે પોલાર્ડે આચાર સંહિતાની ધારા 2.4નું ઉલ્લંઘન કર્યું છે. તેને મેચ ફીસની 20 ટકા રકમનો દંડ ભરવો પડશે અને તેના પર એક ડિમેરિટ પોઈન્ટ પણ લગાવવામાં આવ્યો છે.”
નવી દિલ્હી: વેસ્ટઈન્ડિઝની ટીમના ઓલરાઉન્ડર કીરનો પોલાર્ડને ભારત વિરુદ્ધ ફ્લોરિડામાં રમાયેલી બીજી ટી20માં અમ્પાયરની સૂચનાઓનું પાલન નહીં કરવા પર દંડ ફટકાર્યો હતો. પોલાર્ડેને 20 ટકા મેચની ફી દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ પણ લગાવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝને ડકવર્થ લૂઈસ નિમયના આધાર પર આ મેચમાં 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો
આઈસીસીએ કહ્યું કે પોલાર્ડે આચાર સંહિતાની ધારા 2.4નું ઉલ્લંઘન કર્યું છે. આ ઘટના ત્યારે થઈ જ્યારે પોલાર્ડ મેદાન પર એક સબ્સ્ટીટ્યૂટને બોલાવ્યો હતો ત્યારે અમ્પાયરે કહ્યું હતું કે તેના માટે પહેલા મંજૂરી લેવી પડે છે. તેને આગામી ઓવરના અંત સુધી રાહ જોવા માટે કહેવામાં આવ્યું હતું પરંતું પોલાર્ડે તેમ કર્યું નહોતું.
પોલાર્ડે આ આરોપોનું ખંડન કર્યું અને મેચ રેફરી જેફ ક્રોવ સામે સુનાવણી થઈ હતી. આઈસીસીએ કહ્યું “પોલાર્ડને સુનાવણી દરમિયાન દોષી ઠેરવ્યો હતો. તેને મેચ ફીસની 20 ટકા રકમનો દંડ ભરવો પડશે અને તેના પર એક ડિમેરિટ પોઈન્ટ પણ લગાવવામાં આવ્યો છે.”
બે વર્ષની અંતર કોઈ ખેલાડીને ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ મળે તો તે સસ્પેન્ડેડ પોઈન્ટ બની જાય છે અને તે ખેલાડીને પ્રતિબંધ સામનો કરવો પડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement