Hockey World Cup 2023: હોકી વર્લ્ડ કપમાં ભારતે જીત સાથે કરી શરૂઆત, સ્પેનને 2-0થી હરાવ્યું
FIH Hockey Men's World Cup 2023: ભારતના ઓડિશામાં હોકી વર્લ્ડ કપની મેચો ચાલી રહી છે. આજે ભારતીય ટીમ ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચ રમવા ઉતરી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા સામે સ્પેનની ટીમ હતી.
FIH Hockey Men's World Cup 2023: ભારતના ઓડિશામાં હોકી વર્લ્ડ કપની મેચો ચાલી રહી છે. આજે ભારતીય ટીમ ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચ રમવા ઉતરી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા સામે સ્પેનની ટીમ હતી. તો બીજી તરફ, ભારતે આ મેચમાં સ્પેનને 2-0થી હરાવ્યું હતું. ભારત માટે સ્થાનિક ખેલાડી અમિત રોહિદાસે ગોલ કર્યો હતો. આ ઉપરાંત હાર્દિક સિંહે ભારત માટે બીજો ગોલ કર્યો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ રાઉરકેલાના બિરસા મુંડા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ટીમ પૂલ-ડીમાં છે. ભારત અને સ્પેન ઉપરાંત ઈંગ્લેન્ડ અને વેલ્સ પણ આ પૂલમાં છે.
FIH Men's #HockeyWorldCup2023 | Goals from Amit Rohidas and Hardik Singh help India beat Spain 2-0 in their opening Pool D match to make a winning start. pic.twitter.com/wsAPFqyWlD
— ANI (@ANI) January 13, 2023
ઓડિશાના સીએમ નવીન પટનાયક સ્ટેડિયમ પહોંચ્યા હતા
આ પહેલા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક ભારત અને સ્પેન વચ્ચેની મેચ જોવા માટે મેદાન પર પહોંચ્યા હતા. આ સિવાય ઓડિશાના મુખ્યમંત્રીએ રાષ્ટ્રગીતમાં પણ ભાગ લીધો હતો.
હોકી મેન્સ વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. તેની પ્રથમ મેચ આર્જેન્ટિના અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. જેમાં આર્જેન્ટિનાએ 1-0થી જીત મેળવી હતી. ભારતની પ્રથમ મેચ સ્પેન સામે છે. આ મેચ ઓડિશાના રાઉરકેલામાં રમાઈ રહી છે. હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ભારતીય ટીમ પાસે આ વખતે 48 વર્ષથી ચાલી રહેલા ખિતાબના દુકાળને ખતમ કરવાની તક છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 1975માં ખિતાબ કબજે કર્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાની સફર મુશ્કેલીઓથી ભરેલી હતી.
ભારતીય ટીમ આ પ્રમાણે હતી
ભારત: પીઆર શ્રીજેશ, કૃષ્ણા પાઠક, જરમનપ્રીત સિંહ, સુરેન્દ્ર કુમાર, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), વરુણ કુમાર, અમિત રોહિદાસ (વા.કેપ્ટન), નીલમ સંજીપ સેસ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, નીલકાંત શર્મા, શમશેર સિંહ, વિવેક સાગર પ્રસાદ, આકાશદીપ સિંહ, મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, અભિષેક, સુખજિત સિંહ
સ્પેનની ટીમ આ પ્રમાણે હતી
સ્પેન: એન્ડ્રીયાસ રફી, અલેજાન્દ્રો એલોન્સો, સીઝર ક્યુરીલ, ઝેવી ગિસ્પર્ટ, બોર્જા લાકાલે, અલ્વારો ઇગ્લેસિયસ, ઇગ્નાસીયો રોડ્રિગ્ઝ, એનરિક ગોન્ઝાલેઝ, જેરાર્ડ ક્લેપ્સ, એન્ડ્રીયાસ રફી, જોર્ડી બોનાસ્ત્રે, જોકિન મેનિની, મારિયો ગારિન (જીકે), માર્કિન રેને, પેપે કુનીલ, માર્ક રિકન્સ, પાઉ કુનીલ, માર્ક વિઝકેનો