શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
World Cup 2019: આ ચેનલ પર જોવા મળશે ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ મેચ
વર્લ્ડ કપ 2019ના પ્રેક્ટિસ મેચની શરૂઆત 24 મેથી થશે, જે 28 મે સુધી ચાલશે. તેમાં ટીમોને ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં ઢળવાની તક મળશે.
નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 શરૂ થવામાં હવે થોડા જ દિવસ બાકી છે અને તેમાં ભાગ લેનાર 10 ટીમ પ્રેક્ટિસમાં લાગી ગઈ છે. વર્લ્ડ કપમાં રમાનાર પ્રેક્ટિસ મેચની તારીખ પણ નક્કી થઈ ગઈ છે અને ભારતમાં સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે પુષ્ટિ કરી છે કે તે તમામ 10 પ્રેક્ટિસ મેચનું લાઈવ પ્રસારણ કરશે.
વર્લ્ડ કપ 2019ના પ્રેક્ટિસ મેચની શરૂઆત 24 મેથી થશે, જે 28 મે સુધી ચાલશે. તેમાં ટીમોને ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં ઢળવાની તક મળશે. સાથે જ ટીમો પાસે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ ઈલેવનની પસંદગી કરવાની પણ તક રહેશે. જણાવીએ કે, પ્રેટ્કિસ મેચને સત્તાવાર દરજ્જો પ્રાપ્ત નહીં હોય કારણ કે તેમાં પ્લેઇંગ ઈલેવન પર કોઈ અંકુશ નથી હોતો. ટીમોની પાસે પોતાના તમામ ખેલાડીઓને તમાં રમાડવાની શાનદાર તક હશે.
વિરાટ કોહલીની નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ 2019ની તૈયારીઓ માટે પોતાના બે પ્રેક્ટિસ મેચ ક્રમશઃ 25 અને 28 મેના રોજ રમશે. આ મેચ ન્યૂઝીલેંડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મેચની શરૂઆત ભારતીય સમયાનુસાર 3 કલાકે થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion