18મી એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ભારતના કુલ મેડલોની સંખ્યા 59 છે, જેમાં 13 ગૉલ્ડ, 21 સિલ્વર અને 25 બ્રૉન્ઝ મેડલ સાથે પૉઇન્ટ ટેબલમાં ભારત 8મા સ્થાને રહ્યું છે.
2/5
નવી દિલ્હીઃ 18મી એશિયન ગેમ્સના 12મો દિવસે ભારત માટે શાનદાર રહ્યો. આ દિવસે ભારતના ખાતામાં 2 ગૉલ્ડની સાથે કુલ પાંચ મેડલ આવ્યા, પણ સૌથી મોટી નિરાશા પુરુષ હોકીમાં મળી, આમાં ભારતીય ટીમે સેમિફાઇનલમાં મલેશિયાના હાથે હારીને ગૉલ્ડ બચાવવાના અભિયાનથી ચૂકી ગઇ.
3/5
એથલેટિક્સ ઇવેન્ટ માટે છેલ્લા દિવસે ભારતીય એથલિટોએ સાત મુકાબલાઓમાં મેડલ માટે જોર અજમાયું હતું અને પાંચમાં એથલિટોએ ભારતના ખાતામાં મેડલ નાંખ્યા હતા. મહિલાઓએ 4 ગણી 400 રિલે ટીમમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા પાંચમીવાર ગૉલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો હતો.
4/5
5/5
આની સાથે જ ભારતે અત્યાર સુધી 59 મેડલ જીતીને ઇંચિયોન એશિયન ગેમ્સ-2014ને પાછળ પાડી દીધી છે. ગઇ વખતની એશિયન ગેમ્સમાં ભારતના ખાતામાં કુલ 57 મેડલ આવ્યા હતા. સાથે જ ભારત અત્યાર સુધી ગૉલ્ડ મેડલ જીતીને ઇંચિયોનના પ્રદર્શનથી આગળ નીકળી ગયું છે. ઇંચિયોનમાં 11 ગૉલ્ડ મળ્યા હતા. 1951ની એશિયન ગેમ્સમાં ભારતે સર્વાધિક 15 ગૉલ્ડ મેડલ જીત્યા હતા.