ઓવલઃ ઈંગ્લેન્ડે આપેલા 464 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની દર વખતની જેમ નબળી શરૂઆત થઈ હતી. ઈનિંગની ત્રીજી જ ઓવરમાં ભારતે ધવન (1 રન) અને પૂજારા (0 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. આ બંને વિકેટ એન્ડરસને ઝડપી હતી. ભારત આ ઝટકામાંથી ઉગરે તે પહેલા જ ચોથી ઓવરમાં બ્રોડે કોહલીને (0 રન) પેવેલિયન પરત મોકલી દીધો હતો. ચોથા દિવસના અંતે ભારતનો સ્કોર 58 રન છે. રાહુલ 46 અને રહાણે 10 રને રમતમાં છે.
2/5
ઓવલઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પૈકીની અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડે તેની બીજી ઈનિંગ 8 વિકેટના નુકસાન પર 423 રન બનાવી ડિકેલર કરી હતી. ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં 40 રનની લીડ મળી હોવાથી મેચ જીતવા ભારતને 464 રનનો લક્ષ્યાંક મળ્યો છે. રાશિદ 20 રને અણનમ રહ્યો હતો ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારીએ 3-3 તથા શમીએ 2 વિકેટ લીધી હતી.
3/5
ત્રીજા દિવસના અંતે ઈંગ્લેન્ડની કુલ 154 રન થઈ ગઈ હતી અને તેમની 8 વિકેટ પણ જમા હતી. કૂક 46 અને કેપ્ટન રૂટ 29 રને રમતમાં હતા. ભારત તરફથી ત્રીજા દિવસના અંતે શમી અને જાડેજાને 1-1 વિકેટ મળી હતી.
4/5
ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં 332 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ત્રીજા દિવસે લંચ બાદ ભારતીય ટીમ 292 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ અણનમ 86 રન બનાવ્યા હતા. કારકિર્દીની પ્રથમ ટેસ્ટ ઈનિંગ રમી રહેલા હનુમા વિહારીએ 56 તેમજ કેપ્ટન કોહલીએ 49 રન બનાવ્યા હતા.
5/5
ટી બ્રેક વખતે ઈંગ્લેન્ડનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 364 રન હતો. આ પહેલા ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પૈકીની અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસે કરિયરની અંતિમ ઈનિંગ રમતા કૂક અને કેપ્ટન રૂટે શાનદાર સદી ફટકારી હતી. કૂકે રૂટ સાથે ત્રીજી વિકેટ માટે 259 રનની ભાગીદારી નોંધાવી હતી. જે બાદ રૂટ 125 રન બનાવી હનુમા વિહારીની ઓવરમાં ત્રીજી વિકેટ તરીકે આઉટ થયો હતો. ત્રીજી વિકેટ માટે ભારતને 67 ઓવર રાહ જોવી પડી હતી. જે પછીના બોલ પર હનુમાએ કૂકને 147 રન પર આઉટ કરતાં તેની કરિયરની અંતિમ ઈનિંગનો અંત આવ્યો હતો.