સાઉથમ્પટનઃ પાંચ ટેસ્ટ મેચ પૈકીની સાઉથમ્પટનમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ભારતની 60 રનથી હાર થઈ હતી. મેચ જીતવા 245 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી ભારતીય ટીમ 184 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક 58 રનનું યોગદાન આપ્યું હતું. તેણે રહાણે (51) સાથે 101 રનની ભાગીદારી કરી હતી. આ બંનેને બાદ કરતાં ભારતનો કોઈપણ બેટ્સમેન ઈંગ્લેન્ડના બોલરો સામે ટકી શક્યા નહોતા. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ બીજી ઈનિંગમાં પણ સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી. મેચ જીતવાની સાથે ઈંગ્લેન્ડે શ્રેણી લીધી છે. પાંચ મેચની શ્રેણીમાં ઈંગ્લેન્ડ 3-1થી આગળ નીકળી ગયું છે.
2/4
ભારતે તેની પ્રથમ ઈનિંગમાં 273 રન બનાવી ઇંગ્લેન્ડ પર 27 રનની લીડ લીધી હતી. ભારત તરફથી પૂજારાએ અણનમ સદી ફટકારી હતી. જ્યારે મોઇન અલીએ 5 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં 246 રન બનાવ્યા હતા.
3/4
ચોથી મેચના ચોથા દિવસે બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 271 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચોથા દિવસની રમતના પ્રથમ બોલે જ શમીએ ભારતને 9મી સફળતા અપાવી હતી. જે બાદ સેમ કરન 46 રનના અંગત સ્કોરે રન આઉટ થતાં 271 રનના સ્કોર પર ઈંગ્લેન્ડની ઇનિંગ પૂરી થઈ હતી. ઈંગ્લેન્ડે ભારત પર 244 રનની લીડ લીધી હતી. ભારત તરફથી શમીએ સર્વાધિક 4 વિકેટ લીધી હતી.
4/4
ત્રીજા દિવસના દિવસના અંતે ઈંગ્લેન્ડે 8 વિકેટના નુકસાન પર 260 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી વિકેટકિપર બેટ્સમેન જોસ બટલરે સર્વાધિક 69 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કેપ્ટન જો રૂટે પણ 48 રન બનાવ્યા હતા.