શોધખોળ કરો
IND v AUS: ત્રીજી વન ડેમાં ભારતનો 13 રનથી વિજય, આ રહ્યા જીતના કારણ
1/4

સ્ટિવ સ્મિથની મળી વહેલી વિકેટઃ ટીમ ઈન્ડિયાને પ્રથમ બે વન ડેમાં ધરખમ ફોર્મ ધરાવતાં અને સતત બે મેચમાં સદી ફટકારી ચુકેલા સ્ટિવ સ્મિથની વહેલી વિકેટ મળી હતી. સ્મિથ માત્ર 7 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં આઉટ થયો હતો. જે બાદ કેપ્ટન ફિંચે ધીરજપૂર્વક બેટિંગ કરવાની ફરજ પડી હતી અને સામે છેડેથી બેટ્સમેનો છૂટથી રન નહોતા લઈ શકતાં.
2/4

બોલર્સની શાનદાર બોલિંગઃ ટીમ ઈન્ડિયા તરફથી શાર્દુલ ઠાકુરે સ્ટિવ સ્મિથની વિકેટ લેવા સહિત મેચમાં કુલ 3 વિકેટ ઝડપી હતી. ડેબ્યૂ મેન ટી નરટાજને પણ ભારતને 25 રનના સ્કોર પર પ્રથમ સફળતા અપાવવા સહિત મેચમાં બે વિકેટ ઝડપી હતી. આક્રમક અંદાજમાં રમતો ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયાને સરળતાથી જીતાડી દેશે તેમ લાગતું હતું ત્યારે જ બુમરાહે શાનદાર યોર્કર નાંખીને વિકેટ લીધી હતી. જે મેચમાં નિર્ણાયક સાબિત થઈ હતી. બુમરાહે મેચમાં કુલ બે વિકેટ ઝડપી હતી. જાડેજાએ ફિંચને નિર્ણાયક તબક્કે આઉટ કર્યો હતો. (તમામ તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)
Published at :
આગળ જુઓ




















