શોધખોળ કરો
IND vs AUS: બે વર્ષ બાદ આ બોલરે ઓસ્ટ્રેલિયાની ટીમમાં કરી વાપસી, ભારતીય બેટ્સમેનોની વધશે મુશ્કેલી

1/3

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલ ટી20 સીરીઝમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ છે. સીરીઝ જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી20 મેચ જીતવી પડશે. જ્યારે ભારત માટે બીજી ટેસ્ટ વરસાદને કારણે રદ્દ થવાથી સીરીઝ જીતવીની આશા પર પણ પાણી ફરી વળ્યું છે. હવે ભારત સીરીઝને 1-1થી બરાબર કરવાનો પ્રયત્ન કરશે. જોકે ત્રીજી ટી20માં ભારત માટે મુશ્કેલી વધી શકે છે.
2/3

ઓસ્ટ્રેલિયા ત્રીજી ટી20 માટે પોતાના સૌથી પ્રમુખ અને ભારતીય બેટ્સમેનો માટે હંમેશા મુશ્કેલી ઉભી કરનાર ફાસ્ટ બોલરને ટીમમાં સામેલ કર્યો છે. આ ફાસ્ટ બોલરની ઓસ્ટ્રેલિયા ટી20માં અંદાજે બે વર્ષ બાદ વાપસી કરી છે અને આ બોલર ચે મિચેલ સ્ટાર્ક. મિચેલ સ્ટાર્કનો ભારતીય બેટ્સમેન સાથે હંમેશાથી 36નો આંકડો રહ્યો છે. સ્ટાર્ક ઇજાગ્રસ્ત બિલી સ્ટાનલૈકની જગ્યાએ ટીમમાં સામેલ થયો છે.
3/3

બિલી બીજી ટી20 મેચ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. કેચિંગ ડ્રિલ કરતા સમયે તેના પગની ઘૂંટીએ ઈજા થઈ હતી અને હવે તેને ત્રીજા મેચમાં ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. સ્ટાર્કને સિડની મેચ માટે 13 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 28 વર્ષીય સ્ટાર્ક સપ્ટેમ્બર 2016માં છેલ્લો ઇન્ટરનેશનલ ટી20 મેચ રમ્યો હતો.
Published at : 24 Nov 2018 11:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
એસ્ટ્રો
દેશ
Advertisement
