શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં પહેલી ટેસ્ટની અડધી ટીમ હશે બહાર, જાણો ક્યા પાંચ ખેલાડીને સ્થાને રમશે બીજા ખેલાડી ?
બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં બે ફેરફારો નક્કી છે. કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા જાન્યુઆરીમાં બાળકને જન્મ આપવાની છે તેથી કોહલી ભારત પરત ફરવાનો છે. સ્ટાર બૉલર મોહમ્મદ શમી ઇજાગ્રસ્ત થયો છે, જેથી આ બે સ્ટાર બૉક્સિંગ ડે ટેસ્ટ નહીં રમે.
મેલબોર્નઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં કારમી હારનો પછી બીજી ટેસ્ટમાં મોટા પાયે ફેરફારો કરશે એ નક્કી છે. આ ફેરફારોમાં સારા સમાચાર એ છે કે, ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાઈ શકે છે. જાડેજા ઈજાગ્રસ્ત હોવાથી ટીમમાંથી બહાર હતો પણ એ ઈજામાંથી બહાર આવી જાય તો તેને ટીમમાં લેવાશે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ 26 ડીસેમ્બરથી મેલબોર્નમાં રમાશે.
બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં બે ફેરફારો નક્કી છે. કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા જાન્યુઆરીમાં બાળકને જન્મ આપવાની છે તેથી કોહલી ભારત પરત ફરવાનો છે. સ્ટાર બૉલર મોહમ્મદ શમી ઇજાગ્રસ્ત થયો છે, જેથી આ બે સ્ટાર બૉક્સિંગ ડે ટેસ્ટ નહીં રમે. આ ઉપરાંત પહેલી ટેસ્ટમાં ઓપનર તરીકે નિષ્ફળ જનારા પૃથ્વી શૉ અને વિકેટકીપર રિધ્ધિમાન સહાને પણ બીજી ટેસ્ટમાં તક નહીં મળે એ નક્કી છે. જાડેજાને શમીના સ્થાને તક મળી શકે છે તેથી ભારતીય ટીમમાં કુલ ચાર નવા ખેલાડી આવશે. એક શક્યતા એવી છે કે, હનુમા વિહારીની જગ્યાએ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. વિહારીની જગાએ જાડેજા રમશે તો ટીમમાં પાંચ નવા ખેલાડી હશે. કોહલી, શમી, સહા, શો અને વિહારી એ પાંચ ક્રિકેટરોના સ્થાને નવા ખેલાડી આવે એવી શક્યતા છે.
ઇજાગ્રસ્ત જાડેજાની ફિટનેસને અંગે હજુ સુધી કોઇ અપડેટ આવ્યુ નથી પણ બૉક્સિંગ ડે ટેસ્ટમાં ટીમ મેનેજમેન્ટ મોટા ફેરફારો કરશે એ નક્કી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દુનિયા
Advertisement