શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વન ડેની ટિકિટનું ક્યારે શરૂ થશે બુકિંગ ? કેટલો છે ટિકિટનો ભાવ, જાણો વિગતે
આ મેચની ટિકિટ બુકિંગનો ઓનલાઇન પ્રારંભ 1 જાન્યુઆરી,2020થી થશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની વેબસાઇટ પરથી ટિકિટ બુક કરી શકાશે. જ્યારે તા. 9 જાન્યુઆરીથી ટિકિટબારી ખુલશે. જે શહેરના જુદા જુદા સ્થળ પર હશે. ટિકિટ બુકિંગના સ્થળ બાદમાં જાહેર થશે.
રાજકોટ: કમૂરતા ઉતરવાની સાથે જ રંગીલા રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ત્રણ વન ડે મેચની શ્રેણી પૈકીનો બીજો મુકાબલો ખંઢેટી સ્ટેડિયમમાં રમાશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ પર 17 જાન્યુઆરી, 2020ના રોજ બપોરે 1.30 કલાકે બંને ટીમોની ટકકર થશે.
1 જાન્યુઆરીથી થઈ શકશે ઓનલાઈન બુકિંગ
આ મેચની ટિકિટ બુકિંગનો ઓનલાઇન પ્રારંભ 1 જાન્યુઆરી,2020થી થશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની વેબસાઇટ પરથી ટિકિટ બુક કરી શકાશે. જ્યારે તા. 9 જાન્યુઆરીથી ટિકિટબારી ખુલશે. જે શહેરના જુદા જુદા સ્થળ પર હશે. ટિકિટ બુકિંગના સ્થળ બાદમાં જાહેર થશે.
શું છે ટિકિટના ભાવ
17 જાન્યુઆરીએ રમાનાર વન ડે ટિકિટના ભાવ રૂપિયા. 500 થી લઇને 10,000 સુધીના રાખવામાં આવ્યા છે. ટિકિટના ભાવ અનુક્રમે 500, 800, 1500, 1800, 2500, 6000 અને 10,000 રાખવામાં આવ્યા છે. 6000 અને 10000ની ટિકિટમાં વીઆઇપી સગવડ સાથે ડિનર મળશે.
ઓસ્ટ્રેલિયા ત્રીજી વખત રમશે રાજકોટમાં
ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રીજીવાર રાજકોટની મહેમાન બનશે. એલેન બોર્ડરના સુકાનીપદ હેઠળની કાંગારૂ ટીમ રાજકોટમાં પહેલીવાર 7 ઓકટોબર 1986ના રોજ વન ડે રમવા આવી હતી. ત્યારે રેસકોર્સમાં રમાયેલ આ મેચમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો 7 વિકેટે વિજય થયો હતો. બીજીવાર ઓસ્ટ્રેલિયાની ટીમ ટી-20 મેચ રમવા 10 ઓકટોબર 2013ના રોજ આવી હતી. જે ખંઢેરી સ્ટેડિયમનો પહેલો ઇન્ટરનેશનલ મેચ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બોલિવૂડ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion