શોધખોળ કરો
INDvAUS: પૂજારાએ ફટકારી ઓસ્ટ્રેલિયામાં પ્રથમ સદી, ટેસ્ટ કરિયરના પૂરા કર્યા 5000 રન
1/4

એડિલેડઃ ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે 9 વિકેટ ગુમાવી 250 રન બનાવી લીધા છે. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ 123 રનની ઇનિંગ રમી ટીમ ઇન્ડિયાની લાજ બચાવી હતી. ભારતની એક સમયે 86 રનમાં જ 5 વિકેટ પડી ગઇ હતી. તે બાદ પૂજારાએ ધીમી પણ મક્કમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન બોલરોને પરેશાન કર્યા હતા.
2/4

પૂજારા પહેલા સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સેહવાગ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, ગુંડપ્પા વિશ્વનાથ, વિરાટ કોહલી 5000થી વધુ ટેસ્ટ રન બનાવી ચુક્યા છે.
Published at : 06 Dec 2018 02:38 PM (IST)
View More




















