શોધખોળ કરો
Advertisement
INDvAUS: રોહિત શર્મા – શિખર ધવનની જોડીએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત
મોહાલીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વન ડે મેચની શ્રેણી પૈકીની ચોથી મેચ મોહાલીમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયાના ઓપનરો મજબૂત શરૂઆત અપાવવામાં નિષ્ફળ જતા હતા, પરંતુ આજે તેમની પાસેથી જેવા દેખાવની અપેક્ષા રાખવામાં આવતી હતી તેવી જ શરૂઆત કરતાં એક રેકોર્ડ બનાવ્યો હતો.
શિખર ધવન અને રોહિત શર્માની જોડીએ પ્રથમ વિકેટ માટે 100થી વધુ રનની ભાગીદારી નોંધાવી હતી. જેના કારણે તેઓ વન ડેમાં સૌથી વધારે 100 રનની પાર્ટનરશિપ કરનારી ઓપનિંગ જોડીના લિસ્ટમાં ગોર્ડન ગ્રીનીઝ અને ડેસમંડ હેયન્સની સાથે સંયુક્ત રીતે ત્રીજા નંબરે આવી ગયા છે. રોહિત શર્મા અને શિખર ધવને 15મી વખત વન ડેમાં 100 કે તેથી વધારે રનની ભાગીદારી નોંધાવી હતી..@ImRo45 joins the party. Brings up his 40th ODI half-century off 61 deliveries.#INDvAUS pic.twitter.com/HCwg4webQu
— BCCI (@BCCI) March 10, 2019
આ લિસ્ટમાં ક્રિકેટનો ભગવાન ગણાતો સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની જોડી પ્રથમ નંબર પર છે. બંનેની જોડીએ 21 વખત આ પરાક્રમ કર્યું છે. જે બાદ ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યૂ હેડનની જોડી આવે છે. હેડન-ગિલક્રિસ્ટે વન ડેમાં 16 વખત આવી સિદ્ધી મેળવી છે.🙌🙌#INDvAUS pic.twitter.com/nMFNfhWblp
— BCCI (@BCCI) March 10, 2019
India win the toss, elect to bat first against Australia in the 4th ODI match in Mohali. #INDvAUS pic.twitter.com/2XYwq5BgDC
— ANI (@ANI) March 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement