શોધખોળ કરો
Advertisement
INDvAUS: T20 શ્રેણીમાં વ્હાઇટ વોશ બાદ કેપ્ટન કોહલીએ શું કહ્યું ? જાણો વિગતે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણીમાં વ્હાઇટ વોશ થયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારનારા પ્રવાસી ટીમના બેટ્સમેન ગ્લેન મેક્સવેલની પ્રશંસા કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલની 113 રનની ઈનિંગ વડે બુધવારે ભારતને 7 વિકેટથી હાર આપી હતી.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મેચ બાદ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાએ બંને મેચમાં અમારાથી સારું પ્રદર્શન કર્યુ. તેમણે બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. અમે સારો સ્કોર બનાવ્યો હતો, 190નો સ્કોર કોઈ પણ મેદાન પર સારો સ્કોર હોય છે. પરંતુ જ્યારે મેક્સવેલ આ પ્રકારની ઈનિંગ રમે છે ત્યારે તમે વધારે કંઈ કરી શકતા નથી.
વાંચોઃ WIvENG: ક્રિસ ગેલે એક જ ઈનિંગમાં બનાવ્યા અનેક રેકોર્ડ, જાણો વિગત
ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 190 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીના 38 બોલમાં બે ચોગ્ગા અને છ છગ્ગા વડે અણનમ 72, લોકેશ રાહુલના 26 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 47 તથા ધોનીના 23 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા વડે 40 રન મુખ્ય હતા. ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલના 55 બોલમાં નવ છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને 7 વિકેટથી જીત અપાવી હતી.
વાંચોઃ ટીમ ઈન્ડિયાના બેટ્સમેને કહ્યું, મારું પ્રદર્શન સારું, વન ડે અને T20માં વધુ તક મળવી જોઈએ
PM મોદીએ સેનાને ખુલ્લીને કાર્યવાહી કરવાની આપી દીધી છૂટ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement